મુંબઈ: કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 58 મૃત્યુ સાથે મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1760 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 2259 કેસ સામે આવ્યાં બાદ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 90787 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 120 મૃત્યુ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 3289 થઈ છે. 


મુંબઈમાં લોકલ ટ્રેન, સલૂન, ધાર્મિક સ્થળ અને મોલ્સ હજુ પણ બંધ છે. આમ છતાં મહારાષ્ટ્ર અને મુંબઈના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા છે. બધાના મનમાં એ જ સવાલ છે કે આખરે કોરોનાના કેસની આ વધતી રફતાર ક્યારે અટકશે.


કોરોનાના કેસમાં ભારતની સ્થિતિ બીજા ઘણા દેશો કરતાં સારી: ડો હર્ષવર્ધન


દેશ માટે રાહતના સમાચાર પણ આવ્યાં છે, સાજા થનારા દર્દીઓ વધ્યા
દેશમાં કોરોના (Corona Virus)  સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 50 ટકાથી વધુ છે. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 7745 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 276583 કેસ નોંધાયેલા છે. 


રાહતના સમાચાર: દેશમાં પહેલીવાર કોરોનાને માત આપનારાઓની સંખ્યા એક્ટિવ કેસ કરતા વધી 


સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે 9 વાગે અપાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ દેશમાં કોરોનાના  133632 એક્ટિવ કેસ છે જ્યારે 135206 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસની સરખામણીએ 50 ટકા વધુ છે. આ બાજુ નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9985 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 279 લોકોના છેલ્લા 24 કલાકમાં કોવિડ 19થી મૃત્યુ થયા છે. રિકવરી રેટ 48.88 ટકા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube