Ambani House: એક સમય એવો હતો જ્યારે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની પાસે માત્ર 1000 રૂપિયા હતા, પરંતુ તેમની મહેનતના કારણે આજે અંબાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર છે. આપણે બધા જાણીએ છીએ કે દેશનો સૌથી ધનિક પરિવાર દેશના સૌથી મોંઘા મકાનમાં રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી સંપત્તિનો માલિક અંબાણી પરિવાર તેમની ગરીબીના દિવસોમાં ક્યાં રહેતો હતો? આવો અમે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1960 અને 1970 ના દાયકાની વચ્ચે ઝડપથી વિકાસ કરી રહી હતી. ત્યારે ધીરુભાઈ અંબાણી તેમના પરિવાર સાથે ભુલેશ્વર જય હિંદ સ્ટેટમાં બે રૂમના મકાનમાં રહેતા હતા. જય હિંદ સ્ટેટ હવે વેનિલાલ હાઉસ તરીકે ઓળખાય છે.



ધંધામાં પ્રગતિ આવી ત્યારબાદ તેઓ કાર્મિકેલ રોડ પર આવેલી ઉષા કિરણ સોસાયટીમાં રહેવા ગયા હતા.



આ પછી, Seawinds Colaba એપાર્ટમેન્ટ અંબાણી પરિવારનું નવું નિવાસસ્થાન બની ગયું, જ્યા ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ શરૂ થયો. આ પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ-અલગ ફ્લોર પર શિફ્ટ થઈ ગયા.



જો કે, અંબાણી પરિવારનો પારિવારિક વિખવાદ મીડિયાથી છુપાઈ શક્યો નહીં અને મામલો જાહેર થઈ ગયો. જે બાદ તેણે એન્ટિલિયાનું નિર્માણ શરૂ કર્યું જે 2010માં પૂર્ણ થયું હતું. કહેવાય છે કે જ્યોતિષીય કારણોસર મુકેશ અંબાણી 2010ની જગ્યાએ 2013માં એન્ટિલિયામા શિફ્ટ થયા હતા.એન્ટિલિયા દેશનું સૌથી મોંઘું ઘર છે, જેની અંદર દરેક સુવિધા ઉપલબ્ધ છે.



ધીરુભાઈ અંબાણીની એક રૂમમાંથી આટલા મોટા ઘરમાં રહેવા સુધીની સફર ટૂંકી કે સરળ નહોતી. ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ તેઓએ ક્યારેય હાર માની નહીં, જેના પરિણામે આજે અંબાણી પરિવાર આવું શાહી જીવન જીવે છે અને તેમનું નામ ચાલે છે.


આ પણ વાંચો:
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube