પ્રશાંત અંકુશરાવ, મુંબઈ: જીમમાં બોડી બનાવવાના નામ પર સ્ટેરોઈડ આપવાની ફરિયાદો પર મુંબઈ FDA એ કડકાઈ શરૂ કરી છે. વિભાગે આદેશ બહાર પાડીને કહ્યું કે જો કોઈ જીમ ટ્રેનર પ્રોટીન પાઉડરની આડમાં કોઈને સ્ટેરોઈડ કે તે સંબંધિત કોઈ વસ્તુ આપવાની કોશિશ કરતો પકડાયો તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલાકો સુધી જીમ કરે છે લોકો
રિપોર્ટ મુજબ મોટાભાગના લોકો શરીરને એક નિશ્ચિત આકાર આપવા માટે કલાકો સુધી જીમ કરે છે. આ દરમિયાન તેઓ શરીરને મજબૂત બનાવવા માટે પ્રોટીન અને અન્ય વસ્તુઓનો ઉપયોગ પણ કરે છે. અનેક લોકો એવા પણ હોય છે કે જે શરીરને સુંદર આકાર આપવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. જેનાથી શરીર બહારથી સુંદર દેખાય છે પરંતુ તેના દુષ્પરિણામ અંદર જોવા મળે છે. 


શરીરને ફૂલાવે છે સ્ટેરોઈડ
મુંબઈ FDA ના સહાયક આયુક્ત ડી આર ગહાણેના જણવ્યાં મુજબ શરીરને ફૂલાવવા માટે જે દવાનો સૌથી વધુ ઉપયોગ કરાય છે તે સ્ટેરોઈડ હોય છે. જેને જોતા વિભાગ તરફથી આદેશ અપાયો છેકે જો કોઈ જીમમાં લોકોને સ્ટેરોઈડ ઉપલબ્ધ કરાવવામાં આવતું હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. આ સાથે જ જો કોઈ મેડિકલ સ્ટોરમાં પણ ડોક્ટરની પરચી વગર સ્ટેરોઈડ આપવામાં આવતું હશે તો તે દુકાન વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. 


DNA: Afghanistan માં 'અબ કી બાર ખૂંખાર સરકાર', જાણો કોને શું મળ્યું, વિગતો જાણીને ચોંકશો


મળતી માહિતી મુજબ સ્ટેરોઈડ શરીરને સારું શેપ આપવામાં મદદ કરે છે. જો કે તેનો વધું પડતો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. 


સ્ટેરોઈડથી થતા નુકસાન
સ્ટેરોઈડના સતત ઉપયોગથી મેટાબોલિઝમ ખરાબ થાય છે. તેનાથી બ્લડ પ્રેશર, કિડની, અને હાર્ટ ઉપર પણ અસર થાય છે. તેનાથી હોર્મોન્સ અસંતુલિત થાય છે અને સ્ટ્રોકનું જોખમ પણ રહે છે. 


Red Ladyfinger: ખાસ પ્રકારના ભીંડાની ખેતી કરીને માલામાલ બની ગયો આ ખેડૂત, એક કિલોના મળે છે 800 રૂપિયા, તમે પણ અજમાવો


જીમમાં સ્ટેરોઈડના ઉપયોગની વાતને જીમ ટ્રેનર જોકે ફગાવતા રહે છે. જીમ ચલાવનારા નિરંજન સાવંતે કહ્યું કે શરીરને ચુસ્ત રાખવા માટે જીમ આજની જરૂરિયાત છે. જેટલું સુંદર બહારથી દેખાવવું જરૂરી છે એટલું જ શરીર અંદરથી પણ સારું રહેવું જોઈએ. આવામાં જીમ જાઓ પરંતુ ત્યારબાદ દવાઓના ઉપયોગથી બચો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube