Red Ladyfinger: ખાસ પ્રકારના ભીંડાની ખેતી કરીને માલામાલ બની ગયો આ ખેડૂત, એક કિલોના મળે છે 800 રૂપિયા, તમે પણ અજમાવો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત હાલ એક  ખાસ પ્રકારના ભીંડાની ખેતીને કારણે ચર્ચામાં છે.

Red Ladyfinger: ખાસ પ્રકારના ભીંડાની ખેતી કરીને માલામાલ બની ગયો આ ખેડૂત, એક કિલોના મળે છે 800 રૂપિયા, તમે પણ અજમાવો

ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત હાલ એક  ખાસ પ્રકારના ભીંડાની ખેતીને કારણે ચર્ચામાં છે. કારણ કે માર્કેટમાં તેમના ભીંડાની કિંમત સામાન્ય ભીંડા કરતા અનેક ગણી વધારે છે. આ લાલ ભીંડાની ખેતીએ તેમને માલામાલ કરી નાખ્યા. હવે દૂર દૂરથી આવનારા ખેડૂતો મિશ્રીલાલ રાજપૂત પાસેથી લાલ ભીંડાની ખેતી અંગે જાણકારી મેળવી રહ્યા છે.

બજારમાં 800 રૂપિયે કિલો વેચાય છે આ ભીંડા
ચોંકાવનારી વાત એ છે કે આ લાલ ભીંડા(Red Ladyfinger) ની કિંમત બજારમાં 300 થી 400 રૂપિયા પ્રતિ 250/500ગ્રામ છે. એટલે કે મિશ્રીલાલ રાજપૂત બજારને બજારમાં આ લાલ ભીંડાનો 800 રૂપિયે કિલોનો ભાવ મળી રહ્યો છે. 

બનારસથી ટ્રેનિંગ લઈને આવ્યા હતા મિશ્રીલાલ
ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત લાલ ભીંડાની ખેતી કરવા ટ્રેનિંગ માટે બનારસ ગયા હતા. ત્યાં તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેજિટેબલ રિસર્ચ સેન્ટરમાં લાલ ભીંડાની ખેતીની પદ્ધતિ જાણી હતી. અત્રે જણાવવાનું કે આ અગાઉ આ પ્રકારના ભીંડાની ખેતી યુરોપીયન દેશોમાં થતી હતી અને ભારતીય બજારોમાં તેની આયાત થતી હતી. 

કેટલું થાય છે ઉત્પાદન અને કેટલો થાય છે ખર્ચો?
ખેતીની પ્રક્રિયા વિશે જણાવતા મિશ્રીલાલ કહે છે કે કૃષિ અનુસંધાન સંસ્થાનથી એક કિલો બીજ લઈને આવ્યા હતા. જેની કિંમત લગભગ 2400 રૂપિયા થાય છે. તેમણે જણાવ્યું કે બનારસથી પાછા ફર્યા બાદ પોતાના બગીચામાં ભીંડાની ખેતી કરવાનું વિચાર્યું. જુલાઈના પહેલા અઠવાડિયામાં બીજ વાવ્યા હતા અને લગભગ 40 દિવસમાં ભીંડાનું ઉત્પાદન થવા લાગ્યું. મિશ્રીલાલ રાજપૂતે જણાવ્યું કે એક એકર જમીન પર ઓછામાં ઓછા 40-50 ક્વિલન્ટલ અને વધુમાં વધુ 70-80 ક્વિન્ટલ ઉત્પાદન થઈ શકે છે. તેની ખાસિયત એ છે કે તેમાં કિટકો જલદી લાગતા નથી અને તેનો પાક સામાન્ય ભીંડાની સરખામણીએ જલદી તૈયાર થાય છે. તેમણે કહ્યું કે મે લાલ ભીંડાની ખેતી દરમિયાન કોઈ પણ હાનિકારક કીટનાશકનો ઉપયોગ કર્યો નહતો. 

Red Ladyfinger

કેમ આટલા મોંઘા છે આ લાલ ભીંડા અને તેની ખાસિયત શું છે?
બજારમાં લાલ ભીંડાની કિંમત ખુબ છે કારણ કે લોકો તેને ખુબ પસંદ  કરે છે. લોકોનું કહેવું છે કે ખાવામાં તેનો સ્વાદ ખુબ સરસ છે. મિશ્રીલાલ રાજપૂતે જણાવ્યું કે લીલા ભીંડાની સરખામણીમાં લાલ ભીંડા વધુ ફાયદાકારક અને પૌષ્ટિક હોય છે. એવા લોકોના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે જે હ્રદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટિસ, હાઈ કોલસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. લાલ ભીંડામાં એન્ટી ઓક્સિડન્ટ, આયર્ન અને કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વો રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. આ ઉપરાંત તેમા એન્ટી ઓક્સીડન્ટ તત્વ છે જે હ્રદય માટે ખુબ ફાયદાકારક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news