મુંબઈ: વરસાદે મુંબઈ (Mumbai) ને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઈમાં હિન્દમાતા, દાદર ટીટી, કિંગસર્કલ, સાયન, ચેમ્બુર, અંધેરી, સાંતાક્રૂઝ, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનવ્યવહારને પણ અસર થઈ છે. સમુદ્રમાં 4.45 મીટર ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. સુરક્ષા કારણોસર લોકોને સતર્ક રહેવાનું કહેવાયું છે તથા સમુદ્રીકાંઠાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube