Weather Forecast and Monsoon Updates: ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી કંટાળેલા લોકો ચાતક નજરે ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દેશના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. દેશમાં ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપેલી તારીખ મુજબ વરસાદ પડશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ત્યારે આજે મુંબઈ-મહારાષ્ટ્રમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. ગોવા બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈમાં પણ દસ્તક આપી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. જ્યારે, ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત ગરમીથી સામાન્ય રાહત પણ દેખાઈ રહી છે. IMD અનુસાર આગામી સપ્તાહે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણી જિલ્લાઓમાં ચોમાસાની સામાન્ય તારીખ 7 જૂનની આસપાસ છે. પૂણેમાં 10 જૂન સુધીમાં અને મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પહોંચે છે. IMD અનુસાર ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે. મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો જેવા કે ગોવા અને આસપાસના કોંકણ વિસ્તારોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.


કરોડો પ્રશંસકોને ઝટકો: જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત, ચહેરા પર લકવો, શેર કર્યો VIDEO


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસમાં પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી ક્ષેત્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે, આગામી થોડા કલાકોમાં, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી અને મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.


ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની અસરો જોવા મળશે. જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


જસ્ટિન બીબરને થયેલા ગંભીર રોગના લક્ષણોને અવગણશો નહીં, જાણો બીમારી વિશે A To Z


ચોમાસું ક્યાં પહોંચ્યું?
નોંધનીય છે કે, આજે 11મી જૂનના રોજ કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube