મહારાષ્ટ્ર: મુંબઇના મલાડ વિસ્તારમાં ગુરૂવારે ગ્રાઉન્ડ પ્લસ ટૂ ચોલ ઢળી ગયો. આ અકસ્માતમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. જાણકારી અનુસાર 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ પર 4 ફાયર એન્જીન. 1 રેસ્ક્યૂ વાન અને એમ્બુલન્સ અભિયાન પર ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં પણ થઇ ચૂક્યો છે અકસ્માત
તમને જણાવી દઇએ કે કે મુંબઇના મલાડ ઇસ્ટના પિંપરીપાડામાં ભારે વરસાદના કારણે 2 જુલાઇના રોજ દીવાલ ઢળી પડી હતી. આ અકસ્માતમાં લગભગ 27 લોકોના જીવ ગયા હતા. તે પહેલાં પૂણે પાસે કોંઢવા વિસ્તારમાં 28 જૂનના રોજ મોડી રાત્રે એક મકાનની દિવાલ ઢળી પડી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. 


મુંબઇમાં કોરોનાનો કહેર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ લઇ રહ્યો નથી. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખની આસપાસ પહોંચી ગઇ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના મુંબઇ શહેરમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. કોવિડ 19- દર્દીઓનો આંકડો 1 લાખની આસપાસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube