મુંબઈઃ મુંબઈથી આશરે 170 કિલોમીટર દૂર અરબ સાગરમાં સનિવારે એક ઓફશોર સપ્લાઈ જહાજ, ગ્રેટશિપ રોહિણી (Greatship Rohini) માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ક્રુ દળના એક સભ્યને ઈજા પહોંચી છે. તો આગ લાગવાને કારણે ઓછામાં ઓછા ત્રણ નૌસૈનિક લાપતા થઈ ગયા છે. સૂચના પર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના જહાજ અને વિમાન આગ પર કાબુ મેળવવા તૈનાત કરવામાં આવ્યા છે. આઈસીજી તરફથી જણાવવામાં આવ્યું કે, એક ચાલક દળના સભ્યને ઈજા થઈ જેને બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. 


ભારતીય કોસ્ટ ગાર્ડના પ્રવક્તા અનુસાર, શનિવારે સવારે ગ્રેટશિપ રોહિણીમાં તે સમયે વિસ્ફોટ થયો જ્યારે તે ઓએનજીસીના બોમ્બે હાઈ એનક્યૂ પ્લેટફોર્મની નજીક પહોંચ્યું હતું. સૂચના મળવા પર આઈસીજીની એક ઓફશોર પેટ્રોલિંગ યુનિટ સમર્થને સ્થાન પર મોકલવામાં આવ્યું અને એક આઈસીજી ડોર્નિયર વિમાને આપાત સ્થિતિમાં હવાઈ મૂલ્યાંકન માટે ઉડાન ભરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube