ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોલારસ વિધાનસભાની સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર સિંહ યાદવે બીજેપીના ઉમેદવાર દેવેન્દ્ર જૈનને 8000થી વધુ મતોથી પરાજય આપ્યો છે. આ સીટ પર કુલ 22 ઉમેદવારો મેદાનમાં હતા. કોલારસની મતગણના આઈટીઆઈ કોલેજમાં કરવામાં આવી હતી. અહીં કોંગ્રેસના ધારાસભ્યનું અવસાન થતા પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મુંગાવલીમાં પણ કોંગ્રેસની જીત
મુંગાવલી વિધાનસભાની સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવા બૃજેન્દ્ર સિંહ યાદવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાઈ સાહેબને હરાવી દીધા છે. મધ્ય પ્રદેશમાં મુંગાવલી અને કોલારસ વિધાનસભામાં 22 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાઈ હતી.
તમને જણાવી દઈએ કે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વચ્ચે હતો. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા યોજાયેલી આ પેટાચૂંટણીને સેમિફાઈનલ ગણવામાં આવતી હતી. 



જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢે બચાવ્યો કોંગ્રેસનો કિલ્લો
પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીને જોતા સત્તાધારી બીજેપી અને વિપક્ષી કોંગ્રેસ બંન્ને માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ હતી. ફાઈનલ પહેલા આ પેટાચૂંટણીને સેમિફાઈનલ ગણવામાં આવતી હતી. અહીં બંન્ને પાર્ટીના ઉમેદવારો સિવાય મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મહત્વની ચૂંટણી હતી. મુંગાવલીમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્ર સિંહ કાલૂખેડાનું નિધન અને કોલાર,માં કોંગ્રેસના ધારાસભ્ય રામસિંહ યાદવનું નિધન થતા પેટાચૂંટણી યોજવામાં આવી હતી. બંન્ને વિધાનસભા ક્ષેત્ર કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુના લોકસભા ક્ષેત્રનો ભાગ છે.