નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) થી ટ્રેનિંગ લઇને પરત ફરેલા આતંકીઓ ઝીશાન અને ઓસામાએ ભારતીય એજન્સીઓની પૂછપરછમાં મોટો ખુલસો કર્યો છે. આરોપીઓને કઈ રીતે ટ્રેન કરવામાં આવ્યા તે અંગે જાણીને તમને પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. આતંકીએ કહ્યું કે, અમને શીખવાડવામાં આવ્યું હતું કે, જો કોઈ કારણથી બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) નિષ્ફળ જાય તો દેશને મોટું આર્થિક નુકસાન (Economic Damage) પહોંચાડવા કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂચવ્યામાં આવ્યા નવા ટારગેટ
ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા માટે જે ટારગેટ સૂચવવામાં આવ્યા હતા તે કોઈપણ મોટી ખાનગી ફેક્ટરી, ખાનગી વેરહાઉસ, મોટા શોરૂમ અને મોટી પ્રખ્યાત દુકાનોને આગ લગાવીને નુકસાન પહોંચાડવાનું હતું. ગુપ્તચર એજન્સી ISI એ ભારત અને અન્ય દેશોના કેટલાક લોકોને જેહાદના નામે છોકરાઓને ટ્રેનિંગ આપવા માટે કોન્ટ્રાક્ટના આધારે મસ્કટમાં રાખ્યા હતા, જેમને દર મહિને પગાર આપવામાં આવતો હતો. ISI આ નાપાક કામગીરી પર નજર રાખી રહી હતી અને તેનું નેતૃત્વ કરી રહી હતી.


PM નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ આજે, જાણો શું ખાસ કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી


ઘણી શિફ્ટમાં આપવામાં આવતી ટ્રેનિંગ
ટ્રેનિંગ દરમિયાન એક શિફ્ટમાં મૌલવી હાજરી આપતા હતા જે ઝીશાન અને ઓસામાને એક ખાસ ધાર્મિક સમુદાય સામે જેહાદ અને અત્યાચારના ભ્રામક વીડિયો બતાવતા હતા. બીજી શિફ્ટમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવા માટે એક્સપર્ટ આવતા હતા. ત્યારે ત્રીજી શિફ્ટમાં વિસ્ફોટક બનાવવા અને પ્લાન્ટ કરવા માટે યુક્તિઓ શીખવાળવામાં આવતી હતી.


કપડા કાઢીને ગાડી ચલાવી રહી હતી મહિલા, અટકાવતા પોલીસનો છૂટી ગયો પરસેવો 


આતંકનું મસ્કટ કનેક્શન
મસ્કટના કેટલાક લોકોને પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ દ્વારા સેલેરી પર રાખ્યા છે. જેમનું કામ ટેરર ​​કેમ્પમાં ટ્રેનિંગ માટે આવતા લડવૈયાઓને પાણીના માર્ગે મસ્કટથી પાકિસ્તાન (Muscat to Pakistan) લઈ જવાનું હતું. બોટમાં હંમેશા એક ISI વ્યક્તિ હાજર રહેતો હતો, જે રસ્તામાં પાકિસ્તાન જતા સમયે ત્યાં હાજર રહેલા તેના અધિકારીઓને તમામ હિલચાલની માહિતી આપતો હતો. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર જે ફાર્મ હાઉસમાં તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી તે આતંકવાદી કેમ્પથી ઓછી નહોતી, ફાયરિંગ રેન્જથી લઈને શારીરિક તાલીમ આપવા સુધીની વ્યવસ્થા હતી.



(કેટલાક લડવૈયાઓને અહીં આતંકવાદી તાલીમ પણ આપવામાં આવી હતી. ફાઇલ તસવીર- ગ્વાદર પોર્ટ)