કપડા કાઢીને ગાડી ચલાવી રહી હતી મહિલા, અટકાવતા પોલીસનો છૂટી ગયો પરસેવો

અમેરિકા (America) ના ફ્લોરિડામાં એક મહિલા કપડા વગર ગોલ્ફ કાર્ટ ચલાવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ તેને અટકાવી ત્યારે તેણી તેમની સાથે ઝગડી પડી હતી. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી

Updated By: Sep 17, 2021, 10:08 AM IST
કપડા કાઢીને ગાડી ચલાવી રહી હતી મહિલા, અટકાવતા પોલીસનો છૂટી ગયો પરસેવો

વોશિંગ્ટન: અમેરિકા (America) ના ફ્લોરિડામાં એક મહિલા કપડા વગર ગોલ્ફ કાર્ટ ચલાવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ તેને અટકાવી ત્યારે તેણી તેમની સાથે ઝગડી પડી હતી. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. 28 વર્ષીય આરોપી મહિલાનું નામ જેસિકા સ્મિથ (Jessica Smith) છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે મહિલા જે વાહનમાંથી સ્લેજ ભરી રહી હતી તેનો ઉપયોગ ગોલ્ફ કોર્સમાં થાય છે.

પોલીસની કરી અવગણના
'ઈન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, પોલીસ એક આરોપીને પકડવા માટે Dunedin શહેરમાં ગઈ હતી. ત્યારે તેમણે જોયું કે એક મહિલા કપડા પહેર્યા વગર ગોલ્ફ કાર્ટ ચલાવી રહી છે. સ્થળ પર હાજર અધિકારીઓએ મહિલાને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ તેણીએ તેમની અવગણના કરી અને આગળ વધી. આ પછી જ્યારે પોલીસે તેનો પીછો કરીને તેને અટકાવી ત્યારે તેણે હંગામો મચાવ્યો. મહિલાને કાબૂમાં લેતા પોલીસકર્મીઓનો પરસેવો છૂટી ગયો.

આ પણ વાંચો:- PM નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ આજે, જાણો શું ખાસ કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી

દારૂના નશામાં હતી મહિલા
રિપોર્ટ અનુસાર, પોલીસ રસ્તા વચ્ચે એટલા માટે હાજર હતી કારણ કે તેઓ એક આરોપીને પકડવા માટે Dunedin પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલા સામેથી ગોલ્ફ કાર્ટ સાથે ઝડપી આવી હતી. અધિકારીઓએ તેને રોકવાનો સંકેત આપ્યો, પણ તે રોકાઇ નહીં. પોલીસનું કહેવું છે કે મહિલા દારૂના નશામાં હતી. જ્યારે તેને કારમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે હંગામો શરૂ કર્યો.

No description available.

ઘણી કલમો હેઠળ નોંધાયા કેસ
જેસિકા સ્મિથ બોસ્ટનની રહેવાસી છે. પોલીસે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે સ્મિથના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી, અને તે સંપૂર્ણપણે ન્યૂડ હતી. પોલીસે એ વાતને નકારી છે કે સ્મિથ પકડાયેલા અન્ય ગુનેગારને મદદ કરવાના ઈરાદાથી ત્યાં પહોંચી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બંને કેસો વચ્ચે કોઈ સામાન્ય કડી નથી. જેસિકા સ્મિથ સામે વિવિધ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube