લખનઉ : ગત્ત ચૂંટણીથી ઉલટ યુપીમાં આ વખતે મુસ્લિમ નેતા કોઇ પણ પ્રકારની નિવેદનબાજીથી બચતા જોઇ રહ્યા છે અને અત્યાર સુધી રણનીતિક ચુપકીદી સાધી ચુક્યા છે. મુસ્લિમ સંગઠનોનાં નેતા ન તો કોઇ વિવાદિત ટીપ્પણી કરી રહ્યા છે, ન તો કોઇ પ્રદર્શન અને ન તો ફતવા ઇશ્યું થયા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને નદવા ખાતે મદરેસાના પ્રમુખોએ કોઇ પણ ટિપ્પણી નથી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ચીન-પાક. બોર્ડર પર બનાવશે સુરંગ, 2 લાખ કિલો દારૂગોળો રહેશે સ્ટોર

સમગ્ર વિસ્તારમાં લોકસભા ચૂંટણી પશ્ચિમી ઉત્તરપ્રદેશથી પસાર થતા રુહેલખંડનાં મુસ્લિમ બહુમતીવાળીસીટો સુધી આવી પહોંચ્યા છે. તેમ છતા દેવબંધના મુદ્દે લખનઉ સુધીનાં મુસ્લિમ સંગઠનોનાં નેતા એક પ્રકારે રણનીતિક ચુપકીદી સાધી ચુક્યા છે. આ ઉપરાંત વારંવાર વિવાદિત અપીલો કરનારા દેવબંધથી પણ અત્યાર સુધી એવો ફતવો બહાર નથી પાડ્યો. રામપુરમાં જયાપ્રદા અને આઝમ ખાનની વચ્ચે તીખી શાબ્દિક ટપાટપી થઇ, પરંતુ બંન્ને વચ્ચે આ ખટાશ સાંપ્રદાયિક ટિપ્પણીઓનાં સ્તર પર નથી પહોંચી. યુપીમાં મુસ્લિમોની સંખ્યા આશરે 19 ટકા છે, પરંતુ કદાચ સમુદાયનાં નેતાઓએ હિંદુ મતના ધ્રુવીકરણના ડરથી ચુપકીદી સાધેલી છે. 


ગિરિરાજના બહાને મીસા ભારતીએ બેગુસરાયને પાકિસ્તાન ગણાવતા વિવાદ
2019 લોકસભા ચૂંટણીમાં જપ્તીનાં તમામ રેકોર્ડ તુટ્યા, ગુજરાતમાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
2014નાં લોકસભા ચૂંટણી અને પછી યુપીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં નિર્ણાયક જીત પ્રાપ્ત કરી. અત્યાર સુધીનાં ગત્ત 5 વર્ષથી મુસ્લિમ સમુદાયનો એક પણ સાંસદ નથી. વડાપ્રધાન મોદીનાં નજીકનાં અનેક મુસ્લિમ સંગઠનો સાથે જોડાયેલા જફર સરેશવાલા, ગત્ત બે વર્ષથી અભિયાન ચલાવીને લોકોને જાગૃત કર્યા છે કે કોઇ પણ પ્રકારની ઉશ્કેરણીમાં ન આવે.