નવી દિલ્હી: અયોધ્યા કેસ (Ayodhya Case)મા સુન્ની વક્ફ બોર્ડ ભલે વિવાદિત જમીન પર દાવો છોડવા માટે તૈયાર હોય પરંતુ બાકીના મુસ્લિમ પક્ષકાર કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી. મુસ્લિમ પક્ષકારોએ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે હવે મધ્યસ્થતા દ્વારા ઉકેલની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડના સમાધાનના ડ્રાફ્ટને મધ્યસ્થતા પેનલે કે પછી બાકી પક્ષકારોએ જાણી જોઈને મીડિયાને લીક કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંત રવિદાસ મંદિર તોડવાના મામલે કેન્દ્રએ SCને કહ્યું-'તે જ જગ્યાએ મંદિર નિર્માણ માટે અપાશે જમીન' 


અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષના વકીલોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે અમને મુખ્ય હિન્દુ પક્ષકારોએ નહતાં બોલાવ્યાં, ફક્ત સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી અને ધર્મદાસે જ ભાગ લીધો હતો. પેનલના સભ્ય શ્રીરામ પંચૂ, અને ઝફર ફારુકીમાં તાલમેલ જોવા મળી રહ્યો છે. અમે રિપોર્ટ સાથે અસહમત છીએ. તેમણે લીક થવાના સમે પણ સવાલ ઉઠાવ્યો. 


આ રીતે અન્ય મુસ્લિમ પક્ષકારોએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે જે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો તેને સ્વીકારતા નથી. મધ્યસ્થતામાં સીમિત લોકોએ ભાગ લીધો હતો. નિર્મોહી અખાડામાંથી મહંત ધર્મદાસ, સુન્ની વક્ફ બોર્ડથી ઝફર ફારૂકી, અને હિન્દુ મહાસભામાંથી ચક્રપાણી સહિત અન્ય બે લોકોએ ભાગ લીધો હતો. જ્યારે હિન્દુ પક્ષ ખુલ્લી રીતે કહી ચૂક્યા હતાં કે મધ્યસ્થતામાં તેઓ ભાગ લેશે નહીં તો આખરે મધ્યસ્થતા કેવી રીતે થઈ શકે. મધ્યસ્થતા કમિટીએ જે પ્રયત્નો કર્યાં તેમાં કોઈ તેમનો માણસ સામેલ નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...