સંત રવિદાસ મંદિર તોડવાના મામલે કેન્દ્રએ SCને કહ્યું-'તે જ જગ્યાએ મંદિર નિર્માણ માટે અપાશે જમીન' 

દિલ્હીના તુગલકાબાદમાં ડીડીએ દ્વારા તોડી પડાયેલા રવિદાસ મંદિરને તે જ જગ્યા પર જમીન અપાશે. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને પોતાના નિર્ણય અંગે જાણકારી આપી. 

સંત રવિદાસ મંદિર તોડવાના મામલે કેન્દ્રએ SCને કહ્યું-'તે જ જગ્યાએ મંદિર નિર્માણ માટે અપાશે જમીન' 

નવી દિલ્હી: દિલ્હીના તુગલકાબાદમાં ડીડીએ દ્વારા તોડી પડાયેલા રવિદાસ મંદિરને તે જ જગ્યા પર જમીન અપાશે. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને પોતાના નિર્ણય અંગે જાણકારી આપી. 

જંગલની જમીનમાં બનેલા મંદિરને ડીડીએ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હટાવવામાં આવ્યું હતું. તેના વિરુદ્ધની અરજીઓનો જવાબ આપતા કેન્દ્રએ આ જાણકારી આપી છે. જેના પર સુપ્રીમ કોર્ટનો આદેશ સોમવારે આવશે. આ અગાઉ 4 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે પ્રત્યેક નાગરિકની ભાવનાનું સન્માન કરે છે. પરંતુ કાયદાનું પાલન થાય તે જરૂરી છે. આમ છતાં સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં તુગલકાબાદ વન વિસ્તારની રિઝર્વ્ડ જમીન પર ગુરુ રવિદાસ મંદિરના પુર્નનિર્માણને લઈને કરાયેલી અરજીઓની સુનાવણી માટે સહમત થઈ હતી. 

ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલે મંદિરના પુર્નનિર્માણની માગણી કરતા અરજીકર્તાઓને આશ્વાસન આપ્યું હતું કે કાયદા હેઠળ જે પણ થઈ શકશે તે કરાશે. પેનલે કહ્યું કે અમે પ્રત્યેક વ્યક્તિની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ અમારા કાયદાનું પાલન કરવાનું હોય છે. જો કે કોર્ટે આ વાત સ્પષ્ટ કરી કે મંદિરને એટલા માટે તોડવામાં આવ્યું કારણ કે તે વન ક્ષેત્રની રિઝર્વ્ડ જમીન પર બન્યું હતું અને તેને ત્યાં પુર્ન: બનાવી શકાય નહી. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ડીડીએ દ્રારા 10 ઓગસ્ટના રોજ મંદિર તોડી પડાયું હતું. 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news