શિવપુરી: કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે લોકો પોતાના ઘરે પહોંચવાની જદ્દોજહેમત કરી રહ્યાં છે, રોજેરોજ હજારો-લાખોની ભીડ રસ્તાઓ પર એ આશા સેવી રહી છે કે એક દિવસ તેઓ પોતાના ઘરે પહોંચી જશે. આવા શિવપુરીથી એક એવી તસવીર સામે આવી છે જેણે દેશની આંખમાં આંસુ લાવી દીધા. જ્યાં એક મિત્રએ છેક અંતિમ ક્ષણ સુધી પોતાના વ્હાલાસોયા મિત્રનો સાથ ન છોડ્યો. આ તસવીર જણાવે છે કે માણસાઈ અને મિત્રતાનો સંબંધ આજે પણ બધા કરતા ઉપર છે. યાકૂબે પોતાના મિત્ર માટે માણસાઈની એવી મિસાલ રજુ કરી છે કે આખો કિસ્સો જાણીને તમે પણ વિચારવા પર મજબુર થઈ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યોને વધુ અધિકારો સાથે આજથી દેશભરમાં લોકડાઉન 4.0 લાગુ, ક્યાં છૂટછાટ, શેના પર પ્રતિબંધ ખાસ જાણો


વાત જાણે એમ છે કે કોરોના સંદિગ્ધ 24 વર્ષનો અમૃત ગુજરાતના સુરતથી યુપીના બસ્તી જિલ્લા સ્થિત પોતાના ઘરે એક ટ્રકથી પાછો ફરી રહ્યો હતો. તે ટ્રકમાં અનેક લોકો સવાર હતાં. ટ્ર્ક જ્યારે મધ્ય પ્રદેશના શિવપુરી-ઝાંસી ફોરલેનથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અમૃતની તબિયત બગડવા લાગી હતી. ટ્રકમાં સવાર લોકોને લાગ્યુ કે અમૃતને કોરોના થયો છે. આથી ડરીને લોકોએ તેને ટ્રકમાંથી ઉતારવાનો નિર્ણય લીધો. લોકોએ અમૃતને ટ્રકથી ઉતારી મૂક્યો અને આગળ વધી ગયા. પરંતુ આ બધા વચ્ચે યાકૂબ મોહમ્મદ પણ ટ્રકમાંથી નીચે ઉતરી ગયો. તેણે પોતાના મિત્ર અમૃત સાથે રહેવાનું નક્કી કર્યું. આ બાજુ અમૃતની તબિયત સતત બગડતી જતી અને યાકૂબ તેનું માથું પોતાના ખોળામાં રાખીને બેસી રહ્યો અને મદદની આશા સેવી રહ્યો હતો. યાકૂબ અમૃતની સલામતીની દુઆ કરતો રહ્યો. 


લોકડાઉન 4.0 માં બનશે પાંચ ઝોન, જાણો કયા બફર અને કંટેનમેન્ટ ઝોન એટલે શું?


યેનકેન પ્રકારે અમૃતને સાંજ સુધીમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવાયો જ્યાં સારવાર દરમિયાન તેણે છેલ્લા શ્વાસ લીધા. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી યાકૂબે અમૃતનો સાથ છોડ્યો નહતો અને તેને બચાવવા માટે છેલ્લી ઘડી સુધી તે અમૃતને હૈયાધારણ આપતો રહ્યો. પરંતુ ખુદાને કઈક બીજુ જ મંજૂર હતું. અવ્યવસ્થા, લાચારી અને સારવારમાં થયેલી વારના કારણે અમૃતે જીવ ગુમાવ્યો પરંતુ માણસાઈની એક મિસાલ જરૂર જોવા મળી. આ ઘટનાએ દેખાડી દીધુ કે ભાઈચારો હજુ પણ કાયમ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube