Viral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ Video
હિલ સ્ટેશનો પર ફરવાનો જો તમને ખુબ શોખ હોય તો આ સમાચાર વાંચીને તમને આઘાત લાગી શકે છે. કારણ કે આ એક એવા હિલ સ્ટેશનથી સમાચાર આવ્યા છે જ્યાં ગુજરાતીઓનો પણ જમાવડો હોય છે.
હિલ સ્ટેશનો પર ફરવાનો જો તમને ખુબ શોખ હોય તો આ સમાચાર વાંચીને તમને આઘાત લાગી શકે છે. કારણ કે આ એક એવા હિલ સ્ટેશનથી સમાચાર આવ્યા છે જ્યાં ગુજરાતીઓનો પણ જમાવડો હોય છે. ઉત્તરાખંડના મસૂરીમાં ચામાં થૂંક ભેળવીને વેચનારા ચાવાળાના મેલા ઈરાદાનો પર્દાફાશ થયો છે. આ જઘન્ય ઘટનાનો વીડિયો સામે આવતા જ હડકંપ મચી ગયો છે. ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે મસૂરી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અત્રે જણાવવાનું કે આ ઘટના કોઈ પર્યટકના કેમેરામાં કેદ થઈ ગઈ જેમાં જોઈ શકાય છે કે યુવક ચામાં થૂંકી રહ્યો છે. હાલ બંને આરોપી ફરાર છે.
પોલીસે આપી જાણકારી
મસૂરી પહાડોનું શહેર કહેવાય છે. અહીં પર્યટકોનો જમાવડો રહે છે. અનેક સ્ટોલ હોય છે જ્યાં લોકો ચા પીવે છે. મેગી પણ ખાય છે. આ ફેમસ ટુરિસ્ટ પ્લેસથી હવે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક ટી સ્ટોલ પર ચા બનાવનાર વ્યક્તિ ચામાં થૂકતો જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું કે દહેરાદૂનના રહીશ હિમાંશુ વિશ્નોઈ મસૂરીમાં વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે જે છોકરો ચા બનાવતો હતો તે ચાના વાસણમાં થૂકતો હતો.
મસૂરીમાં ચામાં થૂંકીને ચા પિરસનારા બે યુવકો વિરુદ્દ પોલીસે કેસ દાખલ કર્યો છે. દહેરાદૂન નિવાસી હિમાંશુ વિશ્નોઈ મસૂરીમાં વીડિયો બનાવતા હતા ત્યારે જે છોકરો ચા બનાવતો હતો તે ચાના વાસણમાં થૂંકતો હતો અને જ્યારે તેમણે ચાવાળાને આમ કરતા રોક્યા તો બંને ચા વેચનારાએ તેમની સાથે ગાળાગાળી કરી અને તેમને મારી નાખવાની ધમકી આપી. આ મામલાની ફરિયાદ મળતા જ મસૂરી પોલીસે બંને ચાવાળા નૌશાદ અને હસન અલી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે.