Bihar News: પ્રેમ કર્યા પછી લગ્ન કર્યા. ત્યાર પછી પાડોશી મહિલા સાથે આંખો મળી જતાં પત્નીને મારવાની કોશિશ કરવા લાગ્યો હતો. આટલું જ નહીં, તે આમાં સફળ પણ રહ્યો પરંતુ જે ગર્લફ્રેન્ડ માટે તેણે તેની પત્નીની હત્યા કરી, તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આ દરમિયાન આરોપી પણ જેલમાં પહોંચી ગયો છે. ખરેખર આ ગજબનો કિસ્સો છે. જે પ્રેમ માટે પ્રેમિકાને પત્ની બનાવી એ જ પ્રેમમાં પડોશણની ખાતર પત્નીને પતાવી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો વિક્રમ લેંડર-પ્રજ્ઞાન રોવર નહી જાગે તો ચંદ્રયાન મિશનનું શું થશે, આ રહ્યો જવાબ
આજે આ 5 રાશિઓ માટે વર્ષો પછી બની રહ્યો છે સૌભાગ્ય યોગ અને મૂળ નક્ષત્રનો શુભ સંયોગ


પ્રેમિકાના પ્રેમમાં એક યુવકે પત્નીની હત્યા કરી નાખી છે. આટલું જ નહીં, આ વ્યક્તિને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે તેની ગર્લફ્રેન્ડે પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. દરમિયાન લગભગ દોઢ મહિના બાદ પત્નીની હત્યાના કેસમાં આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો. પુરા દરભંગાના બિરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આસી ગામનો છે. આરોપી યુવકનું નામ મોહમ્મદ હમીદ ઉર્ફે તુફૈલ. જેણે પોતાની જ સાવકી બહેન સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યારથી તે તેની માતા અને પત્ની સાથે રહેતો હતો. આ લગ્નથી નારાજ તેના પિતા તેની બીજી પત્ની સાથે બિરૌલ બજારમાં રહેતા હતા.


Vastu Tips: મીઠાના આ ચમત્કારી ઉપાય ચમકાવશે ભાગ્ય, બસ કરી લો આ કામ
તમે પણ ફ્રોજન શોલ્ડરના શિકાર તો નથી? જાણો કેવી ઓળખશો, ઇગ્નોર કરવું બનશે ખતરનાક


ગર્લફ્રેન્ડ માટે પત્નીને મારી નાખી
આ સમયગાળામાં મોહમ્મદ હમીદ ઉર્ફે તુફૈલને તેની પડોશમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. જ્યારે પહેલી પત્નીને આ વાતની જાણ થઈ તો તેણે તેનો વિરોધ શરૂ કર્યો. આરોપી યુવક તેના પ્રેમમાં ખલેલથી એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે તેની પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. કોઈને શંકા ન પડે એ માટે તેણે ખૂબ જ ચતુરાઈથી લિટ્ટીમાં ઝેર ભેળવી દીધું અને જમતી વખતે તેની પત્નીને ખવડાવ્યું. આટલું જ નહીં જ્યારે આના કારણે પત્નીનું મૃત્યુ ન થયું તો આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.


નવી નવી પરિણીતાએ વીડિયો કોલમાં કપડાં ઉતારી લીધા, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે હદ વટાવી
Indian Railway: ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઇ જશો, જાણો શું છે તેની સજા
UPSC ની તૈયારી માટે નોકરી છોડી, 5 વાર થઇ ફેલ, આવી છે સરકારી ઓફિસર બનવાની કહાની


ગર્લફ્રેન્ડે ફરી લગ્ન કરવાની ના પાડી
ગુનો કર્યા બાદ આરોપીએ ગામલોકોને પણ પોતાની વાતમાં ફસાવી દીધા. તેણે ગ્રામજનો સાથે મળીને તેની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા અને તેને સામાન્ય મૃત્યુ ગણાવી. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આરોપીનો એક ઓડિયો વાયરલ થયો. જેમાં તે તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. આરોપી તેની પ્રેમિકા પર લગ્ન માટે દબાણ કરતો હતો. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે તારા કારણે જ મેં મારી પત્નીની હત્યા કરી છે. પહેલાં તેને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી અને પછી ગળુ દબાવીને તેની હત્યા કરી. હવે તું મારી સાથે લગ્ન કર.


PPF Vs FD ક્યાં મળશે તમને વધુ ફાયદો?
Dhanteras પહેલાં સોનું ખરીદવું કે ચાંદી? જાણો કોણ આપશે સૌથી વધારે રિટર્ન
Chandrayaan-3: ફરીથી ક્યારે એક્ટિવ થશે વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર? ISRO એ શેર કરી મોટી જાણકારી


એક ઓડિયોએ આરોપીને જેલમાં મોકલી આપ્યો 
આ ઓડિયો વાયરલ થતાં જ ઘટનાના દોઢ મહિના બાદ બિરૌલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપી યુવકની આસી સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી છે. આ માહિતી આપતા SSP અવકાશ કુમારે જણાવ્યું કે આરોપી મોહમ્મદ હામિદ ઉર્ફે તુફૈલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન આરોપીએ જે પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી હતી તે જ યુવતીએ તુફૈલ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે.


કોઈ પણ પુરૂષને વશમાં કેવી રીતે કરી શકે મહિલાઓ, આ છોકરીએ આપી 5 ટિપ્સ
એક ટેક્સી ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક આવ્યા 9000 કરોડ, બની ગયો રાતોરાત કરોડપતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube