MP: ખુબ જ રહસ્યમયી છે કિલ્લો...જાન ફરવા આવી અને ગાયબ થઈ ગઈ, જાણો રસપ્રદ ઈતિહાસ
મધ્ય પ્રદેશમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ અને હવે 11મી ડિસેમ્બરે ત્યાં પરિણામ જાહેર થવાનું છે. મધ્ય પ્રદેશ એક એવું રાજ્ય છે કે જે અનેક ઐતિહાસિક વિરાસતો ધરાવે છે.
નિવાડી (મધ્ય પ્રદેશ): મધ્ય પ્રદેશમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ અને હવે 11મી ડિસેમ્બરે ત્યાં પરિણામ જાહેર થવાનું છે. મધ્ય પ્રદેશ એક એવું રાજ્ય છે કે જે અનેક ઐતિહાસિક વિરાસતો ધરાવે છે. મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લાના ગઢકુંડારનો કિલ્લો પણ કઈંક આવો જ છે. ગઢકુંડારમાં દર વર્ષે મહોત્સવ થાય છે જેમાં મધ્યપ્રદેશની મોટી રાજકીય હસ્તીઓ ભાગ લેવા માટે પહોંચે છે. કિલ્લો સેંકડો વર્ષથી અનેક વાર્તાઓના સાક્ષી રહ્યો છે જેના પર વૃન્દાવન લાલ વર્માએ પુસ્તક પણ લખ્યું છે. આ કિલ્લો 11મી સદીમાં બન્યો હતો. કહેવાય છે કે આ કિલ્લો રહસ્યમયી છે અને ત્યાં ફરતા ફરતા આખી જાન ગાયબ થઈ ગઈ હતી. તેનો ઈતિહાસ મોહમ્મદ બન તુગલક સાથે પણ જોડાયેલો છે. અહીંની રાજકુમારી એટલી ખુબસુરત હતી કે મોહમ્મદ બિન તુગલકે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું. રાજકુમારીએ બચવા માટે અનેક મહિલાઓ સાથે આગના કૂવામાં કૂદીને જૌહર કર્યુ હતું. કહેવાય છે કે કિલ્લાના ભૂગર્ભમાં એટલો ખજાનો છે કે જો મળી જાય તો દેશ અમીર થઈ જાય.
5 માળનો છે કિલ્લો
11મી સદીમાં બનેલો આ કિલ્લો 5 માળનો છે. 3 માળ તો ઉપર છે પરંતુ 2 માળ જમીનની અંદર એટલે કે ભૂગર્ભમાં છે. કિલ્લો એક ઊંચી પહાડી પર એક હેક્ટરથી વધુ વર્ગાકાર ભૂમિ પર બનેલુ છે. કિલ્લો એ રીતે બનાવવામાં આવ્યો છે કે તે 4-5 કિલોમીટર દૂરથી દેખાય છે પરંતુ નજીક આવતા આવતા કિલ્લો દેખાવવાનો બંધ થઈ જાય છે. જે રસ્તેથી કિલ્લો દૂરથી દેખાય છે જો તે રસ્તેથી આવશો તો આ રસ્તો કિલ્લાની જગ્યાએ ક્યાંક બીજે જાય છે. જ્યારે કિલ્લા માટે બીજો રસ્તો છે.
રહસ્યમય કિલ્લમાં છે ખજાનાનું રહસ્ય, ફરવા આવેલી જાન થઈ ગઈ ગાયબ
કહેવાય છે કે તેના ભૂગર્ભમાં અનેક રહસ્ય હજુ પણ હાજર છે. ત્યારબાદ ભૂગર્ભના બે માળ બંધ કરી દેવામાં આવે છે. ઈતિહાસકાર હરિગોવિન્દ સિંહ કુશવાહા જણાવે છે કે ગઢકુંડાર ખુબ સંપન્ન અને જૂનું રજવાડું છે. અહીંના રાજાઓ પાસે સોના, હીરા, ઝવેરાતની કોઈ કમી રહી નથી. અનેક વિદેશી તાકાતોએ ખજાનો લૂંટ્યો, સ્થાનિક ચોર લૂંટારાઓએ પણ ખજાનાને શોધવા માટે અનેક પ્રયત્નો કર્યાં. કહે છે કે આ કિલ્લામાં એટલી ચાંદી છે કે ભારત જેવો દેશ અમીર થઈ જાય.. માન્યતા છે કે કિલ્લાની નીચે બે માળના મકાનમાં ખજાનાનું રહસ્ય છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા અહીં પાસેના ગામમાં એક જાન આવી હતી. જાન કિલ્લામાં ફરવા ગઈ અને ફરતા ફરતા લોકો બે માળ નીચે ભૂગર્ભમાં જતા રહ્યાં. ભૂગર્ભમાં જતા જ જાન ગાયબ થઈ ગઈ. ત્યારબાદ 50-60 લોકોને ખબર પણ ન પડી શકી. આ ઘટના બાદ કિલ્લાની નીચે જનારા દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યાં.
[[{"fid":"192395","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજકુમારી કેસરે તુગલકથી બચવા માટે જીવની આહૂતિ આપી હતી
એક વધુ ભયાનક ઘટના આ કિલ્લા સાથે જોડાયેલી છે. અહીંના રાજા માનસિંહ હતાં. તેમની પુત્રી કેસર દેની ખુબસુરતીની ખુબ ચર્ચાઓ થતી હતી. મુગલ બાદશાહ મોહમ્મદ બિન તુગલકે આ સાંભળીને કેસર દે માટે સંબંધ મોકલ્યો, પરંતુ રાજા માન સિંહે તેને માનવાની ના પાડી દીધી. ગુસ્સે ભરાયેલા તુગલકે ગઢકુંડાર કિલ્લા પર આક્રમણ કર્યું. તુગલકથી બચવા માટે રાણી કેસર દે એ કિલ્લામાં આવેલા કૂવામાં આગ પ્રજ્વલિત કરીને તેમાં કૂદી જૌહર કર્યું. રાણી સાથે લગભગ 100 મહિલાઓએ જીવ હોમ્યા. આ સાથે જ વામન ચોરની વાર્તા પણ તેની સાથે જોડાયેલી છે. કિલ્લામાં વામન કદના ચોરનો પણ ખુબ આતંક હતો. તે એટલી ચાલાકીથી ચોરી કરતો હતો કે તેને પકડવો ખુબ મુશ્કેલ રહેતું હતું.
ચંદેલો-ખંગારોનું હતું શાસન, આ છે કિલ્લાનો ઈતિહાસ
આ કિલ્લો ચંદેલ કાળમાં ચંદેલોના સૂબાનો મુખ્યાલય અને સૈનિક હેડક્વાર્ટર હતું. યશોવર્મા ચંદેલ (925-40ઈ.)એ દક્ષિણ પશ્ચિમી બુંદેલખંડ પર પોતાનો અધિકાર કરી લીધો હતો. તેની સુરક્ષા માટે ગઢકુંડાર કિલ્લામાં કઈંક નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તેમાં કિલ્લેદાર પણ હતો. 1182માં ચંદેલો ચૌહાણોનું યુદ્ધ થયું. જેમાં ચંદેલ હારી ગયો. તેમાં ગઢકુંડારના કિલેદાર શિયાજૂ પવારનો જીવ ગયો. ત્યારબાદ ત્યાં નાયબ કિલ્લેદાર ખેત સિંહ ખંગારે ખેંગાર રાજ્ય સ્થાપિત કરી દીધુ. 1182થી 1257 ત્યાં ખંગાર રાજ રહ્યું. ત્યારબાદ બુંદેલા રાજા સોહન પાલે ત્યાં પોતાને સ્થાપિત કરી લીધા. 1257થી 1539 ઈ. સુધી એટલે કે 283 વર્ષ સુધી તેના પર બુંદેલોનું શાસન રહ્યું. ત્યારબાદ આ કિલ્લો ઉજ્જડ થતો ગયો. 1605 બાદ ઓરછાના રાજા વીર સિંહ દેવે ગઢકુંડારની જાણ લીધી અને જીર્ણોદ્ધાર કરાવ્યો. 13મી અને 16મી શતાબ્દી સુધી આ બુંદેલા શાસકોની રાજધાની રહી. 1531માં રાજા રૂદ્રપ્રતાપ દેવે ગઢ કુંડારથી પોતાની રાજધાની ઓરછા બનાવી લીધી.
[[{"fid":"192396","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
નવી ઓળખ માટેનો શ્રેય જાય છે ખંગારોને
ગઢકુંડાર કિલ્લાના પુનર્નિમાણ અને નવી ઓળખ આપવાનો શ્રેય ખંગારોને જાય છે. ખેત સિંહ ગુજરાત રાજ્યના રાજા રુદ્રદેવના પુત્ર હતાં. રૂદ્રદેવ અને પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર સિંહ અભિન્ન મિત્ર હતાં. તેના પગલે પૃથ્વીરાજ ચૌહાણ અને ખેતસિંહ બાળપણના મિત્ર થઈ ગયાં. રાજા ખેત સિંહની ગણતરી પૃથ્વીરાજના મહાન સેનાપતિઓમાં થતી હતી. તે વાતનો ઉલ્લેખ ચંદબરદાઈના રાસોમાં પણ છે. ગઢકુંડારમાં ખેત સિંહે ખંગાર રાજ્યનો પાયો નાખ્યો હતો.