નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના રાજકીય રણમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ છે. આ દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર 'એક રહસ્યમય બોક્સ'ના મુદ્દે નિશાન સાધ્યું છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો રિલીઝ કરાયો છે. તેમણે લખ્યું છે કે, ચિત્રદુર્ગમાં પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી એક રહસ્યમયી બોક્સ ઉતારવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બોક્સને અત્યંત ઝડપથી એક ખાનગી ઈનોવા કારમાં મુકવામાં આવ્યું. તેમણે ટ્વીટમાં ચૂંટણી પંચ સામે આ સમગ્ર ઘટનાની તપાસ કરવાની માગ કરતા લખ્યું છે કે, 'હેલિકોપ્ટરમાંથી ઉતારમાં આવેલા કાળા રંગના બોક્સમાં શું હતું અને ગાડી કોની હતી તેની તપાસ થવી જોઈએ.'


EVM મુદ્દે વિપક્ષની 21 પાર્ટીઓ ફરી સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવશે


કોંગ્રેસ પાસે મુદ્દા નથીઃ ભાજપ
આ અંગે ભાજેપ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાસે મુદ્દાના નામે કશું જ નથી. પીએમ મોદીની રેલીઓને જે અપાર જનસમર્થન મળી રહ્યું છે તેનાથી ડરી જઈને કોંગ્રેસે આ વીડિયો બહાર પાડ્યો છે. 


વાત એમ છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં 12 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીના ઉતરી ગયા બાદ તેમના હેલિકોપ્ટરમાંથી એક કાળા રંગનું બોક્સ ઉતારવામાં આવ્યું હતું, જેને એક ગાડીમાં મુકીને ક્યાંક લઈ જવાયું હતું. 


લોકસભા ચૂંટણી 2019: ક્રિકેટની પીચ પર કંઈક આ રીતે ઉર્મિલાએ કર્યો પ્રચાર


ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છેઃ કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે, આ ઘટનાની ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તાત્કાલિક તપાસ થવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું કે, એ બોક્સના અંદર શું હતું તેની તપાસ થવી જોઈએ. 


આનંદ શર્માએ આરોપ લગાવ્યો કે, અમે જોયું કે વડાપ્રધાનના હેલિકોપ્ટરની સાથે ત્રણ અન્ય હેલિકોપ્ટર પણ ઉડી રહ્યા હતા. લેન્ડિંગ થયા બાદ એક કાળા રંગનું બોક્સ ઉતારવામાં આવ્યું અને તેને એક ખાનગી કારમાં મુકીને મારતી ગાડીએ લઈ જવાયું હતું. આ કાર એસપીજીના કાફલાનો ભાગ ન હતી. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...