CBIમાં સપાટો: ચાર્જ લેતા જ એક્શનમાં આવ્યા નાગેશ્વર રાવ
કેન્દ્ર દ્વારા સીબીઆઇના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તી કરવામાં આવ્યા બાદ તેમણે સીબીઆઇ ડાયરેક્ટરનો ચાર્જ સંભળ્યો છે.
નવી દિલ્હી: લાંચ કેસમાં કેન્દ્રએ સીબીઆઇના ડાયરેકટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને હટાવી નાગેશ્વર રાવને સીબીઆઇની જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં નાગેશ્વર રાવને સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે નાગેશ્વર રાવે ચાર્જ સંભાળતાની સાથે જ આ મામલેમાં જોડાયેલા ઓફિસરોને કેસથી હટાવી દેવામાં આવ્યા છે.
વાંચવા માટે ક્લિક કરો: આખરે નાગેશ્વર રાવને કેમ બનાવવામાં આવ્યા CBIના વચગાળાના ડાયરેક્ટર?
કેસ સાથે જોડાયેલા લોકોને હટાવ્યા
કેન્દ્ર દ્વારા સીબીઆઇના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તી કરવામાં આવ્યા બાદ તેમણે સીબીઆઇ ડાયરેક્ટરનો ચાર્જ સંભળ્યો છે. નાગેશ્વર રાવે આ ચાર્જ સંભાળતાની સાથે જ આ મામલેમાં જોડાયેલા બે ઓફિસરોને કેસથી હટાવ્યા દેવામાં આવ્યા છે. સીબીઆઇએ રાકેશ અસ્થાનાના કેસમાં ઝડપી તપાસના આદેશ આપ્યા છે. નાગેશ્વર રાવે જે બે એધિકારીઓને કેસથી હટાવ્યા છે તે બન્ને અધિકારીઓ આ કસની તપાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત સીબીઆઇએ તેમની ઓફીસના બે ફ્લોર સીલ કરી દીધા છે.
વાંચવા માટે ક્લિક કરો: CBI ડાયરેક્ટર આલોક વર્મા પર કેન્દ્રની મોટી કાર્યવાહી, નાગેશ્વર રાવ બન્યા વચગાળાના ડાયરેક્ટર
કોણ છે નાગેશ્વર રાવ?
તમને જણાવી દઇએ કે નાગેશ્વર રાવ 1986 બેન્ચના આઇપીએસ ઓફિસર છે. તેઓને ઓડીશા કેડરના આઇપીએસ ઓફિસર છે. તેમને 5 વર્ષ માટે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. નાગેશ્વર રાવ એક સખત ઓફિસર તરીકે જાણીતા છે. તેમના કામ કરવાની રીતથી તેમને ઘણા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. તેમની પહેલી પોસ્ટિંગ કોલસા માફિયાના ગઢ તાલચેરમાં થઇ હતી. 1989થી 90માં તેમની તલચરમાં પોસ્ટિંગ કરવામાં આવી હતી.