નાગપુર: દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઇ રહેલી હિંસા અને બળાત્કારની ઘટનાઓને લઇને પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમછતાં તેના રેપની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. એવામાં જ શરમજનક ઘટના હવે મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવી છે જ્યાં એક 32 વર્ષીય વ્યક્તિએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. નાગપુર ગ્રામી એસપી રાકેલ ઓલાના અનુસાર બાળકીના લાશ રવિવારે રાત્રે જંગલમાં મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના નાગપુરના કલમેશ્વર વિસ્તારના લિંગા ગામની છે. સમાચાર એજન્સી એએનઆઇના સમાચાર અનુસાર લિંગા ગામાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે રેપ કરવાનો પ્રત્યત્ન કર્યા બાદ તેને મોતનો ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે એફઆઇઆર નોંધાવી છે અને તપાસ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


ઉન્નાવ કેસ (Unnao Case)માં યોગી સરકારે મોટી કાર્યવાહી કરતાં રવિવારે SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેંડ કરી દીધા છે. ઉન્નાવ ગેંગરેપની પીડિતાના અંતિમ સંસ્કાર તેના ગામમાં કરવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે સફદરજંગ હોસ્પિટલમાં શનિવારે પીડિતાનું નિધન થઇ ગયું હતું. પીડિતાના પરિવારની માંગ હતી કે જ્યાં સુધી મુખ્યમંત્રી નહી આવે, ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે પરંતુ ટોચના અધિકારીઓનું આશ્વાસન આપ્યા બાદ તે અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થઇ ગયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube