નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ નમો ટીવીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC)ની મંજુરી વગર જ લોન્ચ કર્યું હતું. દસ્તાવેજો અનુસાર એમસીએમસીએ નવો ટીવીના લોન્ચિંગની અપીલને રદ્દ કરી દીધી હતી. ભાજપે MCMC પાસેથી મંજુરી લેવાની અપીલ કરી હતી પરંતુ પાર્ટીએ આ માંગને ફગાવી દીધી હતી. આ મુદ્દે સમગ્ર અહેવાલ ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યો છે. પરવાનગી વગર જનમો ટીવીના લોન્ચિંગ કરવાની સીધી જ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા 2019: મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું, તપાસનાં આદેશ

મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી રાજ્ય અને જિલ્લા સ્તર પર ચૂંટણી પંચની તરફથી ચૂંટણી દરમિયાન સ્થાપીત કરવામાં આવે છે. આચાર સંહિતા લાગુ થયા બાદ જાહેરાતો અને પ્રચાર વગેરેની મંજુરી આ સંસ્થાની મંજુરી જરૂર હોય છે. ચૂંટણી પંચના સંબંધિત વિભાગમાં ભાજપની ચૂંટણી સમીતિનાં સભ્ય નીરજની તરફથી મીડિયા/જાહેરાત નું પ્રમાણપત્ર લેવા માટે 29 માર્ચે અરજી કરવામાં આવી હતી. 
ડિઝિટલાઇઝેશનના કારણે ભારતમાં ગોટાળાઓ કાબુમાં આવ્યા: IMF

આ અરજીમાં સૌથી રસપ્રદ બાબત છે કે આવેદનમાં વડાપ્રધાન મોદીના ભાષણ માટે પૂર્વ પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી. આ એટલા માટે શક્ય નહોતું કારણ કે પૂર્વ પરવાનગીએ જ તેમને કાર્યક્રમો આપવામા આવે છે, જે પહેલાથી પબ્લિક ડોમેનમાં ન હોય. ભાજપે પોતાના આવેદનમાં તે જ નહોતું જણાવ્યું કે, તેમાં ભાષણ અને ડોક્યુમેન્ટરીઝ તેમાં નમો ટીવીનાં લોકો ઉપરાંત કોઇ ચેનલ અથવા રાજનીતિક જાહેરાતનાં મંચ અંગે પણ જણાવવામાં આવ્યું નહોતું. 


સેનાએ જ્યારે રાફેલની વાત કરી તો કોંગ્રેસનાં દલાલો તેમાં પણ કામે લાગી ગયા: વડાપ્રધાન

આવેદનમાં અરૂણ જેટલીની આપ કી અદાલતમાં જવું, અમિત શાહનો ડીએનએમાં જવું, નરેન્દ્ર મોદીનો એબીપીને અપાયેલો ઇન્ટરવ્યું વગેરેના પ્રસારણની વાત કરવામાં આવી હતી. સર્ટિફિકેશન કમિટી તેના પ્રસારણનું સર્ટિફિકેટ આપી શકે નહી, કારણ કે આ અગાઉ પબ્લિક ડોમેનમાં હતા.