કોલકત્તાઃ Narada sting case: નારદા સ્ટિંગ કેસમાં પશ્ચિમ બંગાળના બે મંત્રીઓ સહિત ટીએમસીના ચાર નેતાઓની ધરપકડ બાદ કોલકત્તામાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. ધરપકડના વિરોધમાં ટીએમસી સમર્થકો અહીં સીબીઆઈ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે. ટીએમસી સમર્થકોએ સીબીઆઈ ઓફિસ પર પથ્થરમારો પણ કર્યો છે. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટીએમસીના કાર્યકર્તા કેન્દ્રની સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યાં છે. નારદા કેસમાં બે મંત્રીઓ સહિત ચાર લોકોની ધરપકડ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સીબીઆઈ કાર્યાલય પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ તરફથી નારદા સ્ટિંગ કેસમાં સોમવારે સવારે બંગાળ સરકારના મંત્રીઓ ફિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રાની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે સવારે એજન્સીએ આ નેતાઓના ઘરે દરોડા પાડ્યા અને તેને પોતાની ઓફિસે લાવી હતી. કોલકત્તાના પૂર્વ મેયર સોવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યમાં બગડતી કાયદો વ્યવસ્થઆની સ્થિતિને લઈને રાજ્યપાલે સરકાર પર નિશાન સાધ્યુ છે. 


ગુજરાત તરફ આગળ વધી રહેલા વિનાશકારી વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે, જુઓ PHOTOS


નારદ ટીવી ન્યૂઝ ચેનલના મેથ્યૂ સૈમુઅલે 2014માં કથિત સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં ટીએમસીના મંત્રી, સાંસદ અને ધારાસભ્ય લાભના બદલામાં કંપનીના પ્રતિનિધિઓ પાસે કથિત રીતે ધન લેવા જોવા મળ્યા હતા. 


આ ટેપ પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા જાહેર થઈ હતી. કોલકત્તા સર્વોચ્ચ ન્યાયાલયે સ્ટિંગ ઓપરેશનના સંબંધમાં માર્ચ 2017માં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube