ગુજરાત તરફ આગળ વધી રહેલા વિનાશકારી વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે, જુઓ PHOTOS
તૌકતે વાવાઝોડાએ રવિવારે ગોવામાં તબાહી સર્જી હતી. ગોવા બાદ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું તો સુરક્ષા કારણોસર બાંદ્રા-વરલી સી લિંક બંધ કરી દેવાયો. જ્યારે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તમિલનાડુ સહિત તમામ કાંઠાના રાજ્યોમાં તેનો કહેર જોવા મળ્યો છે.
અમદાવાદ: અરબ સાગરથી ઉઠેલું વાવાઝોડું તૌકતે ખુબ જ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે. આજે મોડી સાંજે તે ગુજરાત પહોંચશે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું તૌકતે વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયું છે અને ગુજરાત તરફ વળ્યું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વાવાઝોડું હાલ દક્ષિણપૂર્વ દીવથી 162 કિ.મી. દૂર સ્થિત છે. વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી./કલાક રહેવાની શકયતા છે. તૌકતે વાવાઝોડાએ રવિવારે ગોવામાં તબાહી સર્જી હતી. ગોવા બાદ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું તો સુરક્ષા કારણોસર બાંદ્રા-વરલી સી લિંક બંધ કરી દેવાયો. જ્યારે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તમિલનાડુ સહિત તમામ કાંઠાના રાજ્યોમાં તેનો કહેર જોવા મળ્યો છે. તસવીરોમાં જુઓ તૌકતે વાવાઝોડાથી મચેલી તબાહીના નિશાન...(તસવીરો સાભાર એએનઆઈ)
હૈદરાબાદના હાલ
હૈદરાબાદની નજીકની આ તસવીર પણ તોફાનની તાકાત દર્શાવી રહી છે.
કન્યાકુમારીની તસવીર
તામિલનાડુના કન્યાકુમારીનું મંદિર દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં સમુદ્ર કિનારે વસેલા લોકોના ઘર તબાહ થઈ ગયા. પોલીસ અને પ્રશાસને લોકોની દરેક શક્ય મદદ કરી. તસવીરમાં તોફાન સામે ઝઝૂમતા લોકો.
લહેરોએ ડરાવ્યા
કર્ણાટકમાં ટુરિસ્ટ સાઈટને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો અલગ અલગ સ્થળો પર સમયસર લોકોને સુરક્ષિત કાઢવામાં સફળ રહી.
તબાહીનો મંજર
કર્ણાટકની આ તસવીર જણાવે છે કે આ તોફાને કેટલો કહેર વર્તાવ્યો હશે.
પૂરના હાલાત
પૂરના કારણે લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા. કેરળ, કર્ણાટક, અને ગોવાના કાંઠાના વિસ્તારોમાં રવિવારે તબાહી મચાવ્યા બાદ હવે તૌકતે ગુજરાત તરફ આગળ વધ્યું છે.
કર્ણાટકમાં પણ ભારે તબાહી
અરબ સાગરથી ઉઠેલા તોફાન અંગે અનેક રાજ્યોમાં અલર્ટ જારી છે. એક બાજુ જ્યાં કર્ણાટકમાં સાઈક્લોન વચ્ચે ભારે વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 73 ગામ તોફાનથી પ્રભાવિત થયા છે.
મુંબઈના હાલ
મહારાષ્ટ્રમાં પણ તોફાને ખુબ ઉત્પાત મચાવ્યો છે. આ તસવીર મુંબઈની છે જ્યાં અનેક પેડ ઉખડી ગયા છે. વીજળી ગુલ થવાની સાથે અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ. તોફાનને ધ્યાનમાં રાખીને મુંબઈના કાંઠા વિસ્તારોમાંથી 12420 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્થિતિ પર નજર રાખી છે. મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર છે. જ્યારે રાયગઢમાં રેડ અલર્ટ છે.
વીજળીથી ઘરોને નુકસાન
તોફાનથી કાંઠાના રાજ્યોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે વીજળી ઘર પર અસર થવાના કારણે ઘણા સમય સુધી બત્તી ગુલ થઈ ગઈ. તસવીરોમાં દેખાય છે તબાહી.
તિરુવનંતપુરમ
તિરુવનંતપુરમમાં પણ તોફાનની આવી અસર જોવા મળી.
કેરળના હાલ
કેરળમાં પણ તોફાનની અસર જોવા મળી. લોકોને સમયસર બચાવી લેવાયા.
ગોવા
ગોવામાં ભારે નુકસાન પહોંચ્યું છે. લોકોની પરેશાની હજુ પણ પૂરેપૂરી દુર થઈ નથી.
બાંદ્રા વરલી સી લિંક બંધ
બીએમસીએ બાંદ્રા-વરલી સી લિંક બંધ કરી દીધો છે.
સરકારે તસવીર બહાર પાડી
તાજા IR સેટેલાઈટ ઈમેજમાં તીવ્ર ચક્રવાતી તોફાનના સંકેત મળ્યા તો સરકાર અને એજન્સીઓ તેના પર પોતાની નજર રાખી રહી છે. સેટેલાઈટ ઈમેજ મુજબ તૌકતે તોફાન મહારાષ્ટ્રથી આગળ વધ્યા બાદ સંભવિત 70-80 કિલોમીટર કરતા પણ વધુ ઝડપ પકડી શકે છે.
મજધારમાં ફસાયું જહાજ
સાઈક્લોનના રસ્તામાં જે પણ આવ્યું તેણે ઝૂકવાની સાથે પોતાનો રસ્તો બદલવો પડ્યો. આવી જ મુસીબત જહાજમાં સવાર લોકોએ ભોગવી.
મુહિમ રંગ લાવી
ચક્રવાતી તોફાને ગોવાના કાંઠા વિસ્તાર સહિત પણજીમાં અસર બતાવી. ગોવામાં ભારે નુકસાનના અહેવાલ છે. ગોવાના કાંઠાના વિસ્તારોમાં મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. અહીં અનેક ઝાડ રસ્તા પર પડ્યા છે.
Trending Photos