નવી દિલ્હી: બોલીવુડ અને ડ્રગ્સ (Bollywood and Drugs)નું કનેક્શન હંમેશા જ સમાચારોમાં ચર્ચામાં રહે છે. પરંતુ સુશાંત આત્મહત્યા કેસમાં રિયાના ડ્રગ્સ કનેક્શન (Drug Connection)એ ફરી ડ્રગ્સ માફિયા અને સેલિબ્રિટીઝની લિંકને ઉજાગર કરી દીધી છે. હવે ફરી એકવાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) હરકતમાં આવી ગયું છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput Case) ની હવે ડ્રગ્સ એંગલની તપાસની તૈયારી થઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સ લેતી હતી રિયા ચક્રવર્તી, સુશાંતની ચા-કોફી-પાણીમાં પણ આપતી હતી Drugs: સૂત્ર


રિયાની વધી મુશ્કેલીઓ
સૂત્રોનું કહેવું છે કે રિયા ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શનની વાત સામે આવ્યા બાદ મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ( NCB) હરકતમાં આવી ગયું છે. હવે બ્યૂરો રિયા અને ડ્રગ્સ સાથે સંકળાયેલા વ્યક્તિઓ વચ્ચેના સંબંધની તપાસ કરશે. સુશાંત કેસમાં નાર્કોટિક્સ એજન્સી હવે ડ્રગ્સ કેસને ગંભીરતાથી લઇ રહી છે. 


રિયાના તમામ કનેકશન્સની થશે તપાસ
જાણકારોનું કહેવું છે કે રિયા ચક્રવર્તી જે ડ્રગ્સ ડીલર્સનો સંપર્ક કર્યો હતો તેની તપાસ થશે. ડ્રગ્સ કનેક્શનની વાત નિકળ્યા બાદ રિયાના મિત્રો પણ રડારમાં આવી ગયા છે. બ્યૂરોએ આ મિત્રો સાથે પણ ડ્ર્ગ્સ લિંક્સને જોડી રહ્યું છે. આ મિત્રો સાથે ડ્રગ્સ ડીલર્સ સાથે ઑળખાણ વિશે પૂછપરછ થઇ શકે છે. NCB રિયા અને સુશાંત, શોવિકની કોલ ડિટેલ્સનો અભ્યાસ કરશે. તપાસના દાયરામાં હવે શોવિકના મિત્ર પણ આવી શકે છે. 

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ


ડ્રગ્સ માફિયા સાથે જોડીને થશે કેસની તપાસ
તપાસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે NCB હવે આ કેસને ડ્રગ્સ માફિયા (Drugs Mafia) સાથે પણ જોડીને જોઇ રહી છે. એજન્સી હાલમાં મુંબઇ અને પૂણેથી પકડાયેલા મોટા ડ્રગ્સ ડીલર્સ સાથે પૂછપરછ કરી શકે છે. આ તમામ ડીલર્સ જેલમાં બંધ છે.  NCB સમગ્ર મહારાષ્ટ્રમાં ગત ત્રણ વર્ષમાં થયેલી રેવ પાર્ટીઓ (Rave Parties) ની ડિટેલ્સ પણ ફંફોળશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube