જનતા કરફ્યુ પહેલાં PM મોદીની અપીલ, તમારો નાનો પ્રયાસ કરશે મોટું કામ
કોરોના વાયરસના ખતરા વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સતર્ક રહેવાની અપીલ કરી છે.
નવી દિલ્હી : કોરોના વાયરસ ખતરા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલના જનતા કરફ્યુ પહેલાં દેશવાસીઓને અપીલ કરી છે. અપીલમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ વિશે સાચી માહિતી જ શેયર કરો અને અફવાઓને ન ફેલાવો. પીએમએ લોકોને જણાવ્યું છે કે તેમની પાસે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો વીડિયો હોય તો એને હેશટેગ #IndiaFightsCorona સાથે શેયર કરો.
પીએમએ કહ્યું છે લોકોને સાચી સૂચના આપવા માટે ભારત સરકારે એક વોટ્સએપ નંબર શેયર કર્યો છે. પીએમએ કહ્યું છે કે આ નંબર મારફત લોકો ભારત સરકાર દ્વારા પ્રમાણિત જાણકારી મેળવી શકશે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે +919013151515 નંબર પર સંદેશ મોકલીને આ સેવા સાથે જોડાઈ શકાય છે.
Coronaના આતંકને રોકવા માટે દિલ્હીમાં થઈ શકે છે લોકડાઉન, કેજરીવાલે કરી મોટી જાહેરાત
આ પહેલાં વડાપ્રધાન મોદીએ લોકોને જનતા કરફ્યુમાં શામેલ થવાનું કહ્યું છે અને આવનારી નવરાત્રીને ધ્યાનમાં રાખીને લોકોને નવ આગ્રહ કર્યા હતા જેનું પાલન કરીને કોરોનાના ખતરાને ઓછો કરી શકાય છે.
નવરાત્રી વખતે પીએમ મોદીના નવ આગ્રહ
1. દરેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહે, આવનારા કેટલાક અઠવાડિયા સુધી, જરૂર ન હોય તો પોતાના ઘરથી બહાર ન નીકળો.
2. 60 થી 65 વર્ષના વ્યક્તિઓ ઘરમાં જ રહો.
3. 22, માર્ચ રવિવારના રોજ સવારે 7:00 કલાકથી રાત્રે 9:00 કલાક સુધી જનતા કર્ફ્યુનું પાલન કરો.
4. અન્ય લોકોની સેવા કરનારા લોકોની 22 માર્ચે સાંજે 5:00 કલાકે 5 મિનિટ સુધી ઉંચા અવાજ સાથે આભાર વ્યક્ત કરો.
5. સામાન્ય ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું ટાળો, જે સર્જરી જરૂરી ન હોય તો તેની તારીખ લંબાવી દો.
6. નાણા મંત્રીના નેતૃત્વમાં બનાવેલ Covid-19 Economic Responce Task Forceથી જરૂરી નિર્ણયો લેવાનો આગ્રહ
7. વેપારી વર્ગ, વધારે આવક ધરાવતા વર્ગ અન્યનો પગાર ન કાપે તેવો આગ્રહ
8. દેશવાસીઓને સામાન સંગ્રહ અને વધારે ખરીદી ન કરવા આગ્રહ
9. આશંકાઓ અને અફવાઓથી બચવાનો આગ્રહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube