Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Internation Tiger Day)ના દિવસે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, દેશમાં ગત એક દશકમાં વાઘની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. તે સમયે પ્રકાસ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અમે આ લક્ષ્યને સમય કરતા 4 વર્ષ પહેલા જ પ્રાપ્ત કર્યું છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Internation Tiger Day)ના દિવસે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, દેશમાં ગત એક દશકમાં વાઘની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. તે સમયે પ્રકાસ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અમે આ લક્ષ્યને સમય કરતા 4 વર્ષ પહેલા જ પ્રાપ્ત કર્યું છે. તે સમયે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં પીએમ મોદીના વન્યપ્રાણીના સંરક્ષણ પર જાગૃતતા ફેલાવવા માનવીય પાસાને દર્શાવે છે. તેમાં હવામાન પરિવર્તનના વધતા જતા ખતરા સામે લોકોને ચેતવણી પણ આપે છે.
વધુમાં વાંચો:- ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી, ખતરનાક જંગલોમાં થયું શૂટિંગ
આ વીડિયો ડિસ્કવરી ચેનલ પર પ્રસિદ્ધ હોસ્ટ બેયર ગ્રિલ્સે જાહેર કર્યો છે. બેયરે Man Vs Wild જેવા લોકપ્રિય શોને હોસ્ટ કરે છે. બેયરે આ સંદર્ભમાં ટ્વિટ કરી કહ્યું, ‘વન્યપ્રાણી સંરક્ષણ અને હવામાન પરિવર્તનના મુદ્દા પર 180 દેશોમાં લોકો પીએમ મોદીના તે પક્ષથી રૂબરૂ થશે જે અત્યાર સુધી સામે આવ્યો નથી.’ આ સાથે જ તેમણે કહ્યું કે, ડિસ્કવરી ઇન્ડિયા પર આ પ્રોગ્રામ 12 ઓગસ્ટની રાત્રે 9 વાગે દેખાળવામાં આવશે.
વધુમાં વાંચો:- સંસદમાં આઝમ ખાને માગી માફી, કહ્યું- ‘ભૂલ થઇ છે, માફી માગુ છું’
યૌન શોષણ અને બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
તે દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, થોડા વર્ષ પહેલા દેશમાં કુલ 1400 વાઘ જ બચ્યા હતા. પરંતુ વાઘની સંખ્યા વધીને હવે 2967 થઇ ગઇ છે. આ ઘણી ખુશીની વાત છે. તેમણે કહ્યું કે, વાઘની સંખ્યાના સંબંધમાં 3 લાખ 80 હજાર વર્ગ કિમીનો સર્વે થયો. 26 હજાર કેમેરા ટ્રેપ્સ લાગવ્યા હતા. 3.5 લાખ ફોટા આવ્યા અને તેમાં 76 હજાર વાઘના ફોટા આવ્યા.
વધુમાં વાંચો:- કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામું
તેમણે કહ્યું કે, આ કામમાં પીએમ મોદીએ અમને માર્ગદર્શન આપ્યું. પરિણામ ગત 5 વર્ષમાં વન ક્ષેત્ર વધુ છે. 15 હજાર વર્ગ કિમીથી વધારે ફોરેસ્ટ કવર વધ્યું છે. બધા જીવન પ્રાણી આપણા જીવનનો ભાગ છે. આજે સમગ્ર દુનિયા સલામ કરશે કે વાઘના વિકાસનું આટલું મોટું કામ ભારતે કર્યું છે. વાઘની ગણતરીનો અહેવાલ દર 4 વર્ષે કરવામાં આવે છે. અગાઉ ગણતરી વર્ષ 2014માં થઇ હતી.
જુઓ Live TV:-