કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામું

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યની કોગ્રેસ-જેડીએસ સરકારના સત્તામાંથી હટ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ 26 જુલાઇના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમના અને ભાજપ માટે આજ એટલે કે, 29 જુલાઇનો દિવસ ઘણો મહત્વનો છે.

Updated By: Jul 29, 2019, 02:27 PM IST
કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામું
ફોટો સાભાર: ANI

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યની કોગ્રેસ-જેડીએસ સરકારના સત્તામાંથી હટ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ 26 જુલાઇના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમના અને ભાજપ માટે આજ એટલે કે, 29 જુલાઇનો દિવસ ઘણો મહત્વનો છે. કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આજે બીએસ યેદિયુરપ્પાને કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવાની છે. તેમણે વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યા છે. સાથે જ કોંગ્રેસ અને જેડીએસ પર નિશાન સાધ્યું. તે પહેલા તેમણે બેંગલુરુના શ્રી વાલા વેરા અંજયેન મંદિર જઇ ભગવાનના આર્શીવાદ લીધા.

કર્ણાટક વિધાનસભા અપડેટ્સ:-

 • કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બહુમત સાબિત કર્યા બાદ વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે જ વિધાનસબા સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કર્ણાટક વિધાનસભામાં નાણા બિલને આગામી ત્રણ મહિના સુધી પાસ કરી દેવામાં આવ્યું છે.

 • કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ બહુમત સાબિત કર્યા પછી વિધાનસભા સ્પીકર કે.આર. રમેશકુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ વિધાનસભા સાંજે પાંચ વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ છે.

 • વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે સત્તા સ્થાયી નથી હોતી. આ પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા માટે પણ સ્થાયી નથી. અમે તમારા સંખ્યાબળ 105થી 100 સુધી ઘટાડવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. પોતાના રાજ્યમાં દુષ્કાળનો ઉલ્લેખ કર્યો. હેવ અમે જોઇશું તમે કઇ રીતે કામ કરો છો. અમે જનતાની ભલાઇ માટે તમારો સાથ આપીશું.

 • વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, મેં 14 મહિના સરકાર ચલાવી. હું તમારા (યેદિયુરપ્પા) સવાલનો જવાબ આપવા માટે બંધાયેલો નથી. ગત 14 મહિનાથી જે કંઇપણ થયું તે બધુ રેકોર્ડેડ છે. જનતા જાણે છે કે, મેં શું કાર્યો કર્યા છે.

 • વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા અને પૂર્વ સીએમ એચડી કુમાર સ્વામીના વિરોધ છતાં યેદિયુરપ્પા સરકારના વિશ્વાસ મતથી બહુમત સાબિત કરી છે.

 • કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે આશા કરીએ છે કે બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી હોય શકે છે પરંતુ તેની કોઇ મોટી ગેરેન્ટી નથી. તમે લોકો બળવાખોર ધારાસભ્યો સાથે છો, એવામાં શું તમે સ્થિર સરકાર આપી શકો છો? તે અશક્ય છે. હું આ વિશ્વાસ મતનો વિરોધ કરું છું. કેમકે આ સરકાર ગેરબંધારણીય છે.

 • કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, બીએસ યેદિયુરપ્પા જનાધાર અનુસાર મુખ્યમંત્રી બન્યા નથી. જનાધાર ક્યાં છે? તમારી પાસે જનાધાર 2008 અને 2018માં પણ ન હતું. અત્યારે પણ નથી. જ્યારે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે સદનમાં 222 ધારાસભ્યો હતા. ભાજપની પાસે 112 ધારાસભ્યો ક્યારે હતા? ભાજપ પાસે 105 સીટો છે. અહીં જનાધાર નથી.

 • કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ વિધાનસભામાં કહ્યું કે અમે એચડી કુમારસ્વામીના વિશ્વાસ મતની ચર્ચા 4 દિવસ સુધી કરી હતી. મેં પણ તેમાં ભાગ લીધો હતો. પરંતુ હું તેના પર કંઈપણ કહેવા માંગતો નથી. હું જણાવીશ કે બધી શરતો પછી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. હું તેમને શુભકામનાઓ આપુ છું. સાથે જ તેમની આ વાતનું સ્વાગત કરૂ છું કે તેઓ લોકો માટે કામ કરશે.

 • કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિધાનસબામાં કહ્યું કે, રાજ્યમાં દુષ્કાળ છે. હું ખેડૂતોના મુદ્દો ઉઠાવવા ઇચ્છુ છું. મેં નિર્ણય લીધો છે કે, પીએમ કિસાન યોજનાના અંતર્ગત રાજ્ય સરકારની તરફથી પ્રભાવિત ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. હું વિપક્ષથી અપીલ કરું છું કે, અમે સાથે મળીને કામ કરશું. હું સદનથી અપીલ કરું છું કે, મારા પર વિશ્વાર કરો.

 • કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે ભૂલો અને માફ કરો તે વસ્તુ છે, જેના પર હું વિશ્વાસ કરું છું. હું તે લોકોને પ્રેમ કરું છું જે મારો વિરોધ કરે છે. હું પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જેપ્પી નડ્ડાનો આભાર વ્યક્ત કરવા ઇચ્છુ છું.

 • કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર દ્વારા અયોગ્ય ઠેરવેલા ગયા અને વિધાનસભા કાર્યકાળ દરમિયાન ચૂંટણી લડવાના નિર્ણય સામે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. સોમવારના કોંગ્રેસના અયોગ્ય ઠેરવેલા બળવાખોર ધારાસભ્યો રમેશ ઝરકીહોલી અને મહેશ કુમાથલીએ સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં અરજી દાખલ કરી છે. તેમણે સ્પીકરના આદેશને પડકાર આપ્યો છે.

 • ફ્લોર ટેસ્ટથી પહેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક પણ યોજાઇ હતી.

 • કર્ણાટક વિધાનસભામાં આજે યોજાનાર ફ્લોર ટેસ્ટથી પહેલા કર્ણાટક કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ રહી છે. તેમાં કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડૂ, કેઝે જોર્જ, પ્રિયાંક ખડગે, એમબી પાટિલ, ઇશ્વર ખંદ્રે સહિત અન્ય કોંગ્રેસ નેતા પણ હાજર છે.

 • કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટથી પહેલા સોમવાર સવારે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ વિધાનસભા પહોંચ્યા છે.

 • આજે બીએસ યેદિયુરપ્પાને કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબીત કરવાની છે. રવિવારે સ્પિકર કે.આર રમેશ કુમારે કોંગ્રેસ-જેડીએસના 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. અત્યાર સુધીમાં 17 ધારાસભ્યો અયોગ્ય સાબિત થયા છે. ત્યારબાદ મુંબઇમાં રોકાયેલા કોંગ્રેસના 5 અયોગ્ય જાહેર ધારાસભ્યો બેંગલુરુ પરત ફર્યા છે.

મુંબઇથી બેંગલુરુ પરત ફરેલા કોંગ્રેસના 5 અયોગ્ય ધારાસભ્યો (ફોટો સાભાર: ANI)

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...