લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં ઉત્તર પ્રદેશ માટે 60 હજાર કરોડ રૂપિયાની 81 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં તેમની સાથે ગૃહ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇક અને પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ મંગલમ બિરલા, ગૌતમ અદાણી સહિત ઘણા ઉદ્યોગપતિઓ સામેલ થયા. આ મહિનામાં યૂપીમાં પીએમ મોદીની આ છઠ્ઠી યાત્રા છે અને લખનઉમાં બીજી યાત્રા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગપતિઓની ભૂમિકા મહત્વની
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, નિયત સાફ હોય તો મોટા-મોટા કામ પણ કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યું, કેમ જાણે લોકો ઉદ્યોગપતિઓની સાથે ઉભા રહેતા ડરે છે. જ્યારે નિયત સાફ હોય, ઇરાદો યોગ્ય હોય તો પરિણામ દેખાઇ છે. મહાત્મા ગાંધીજીનું જીવન એટલું પવિત્ર હતું કે તેમને બિરલાડીની સાથે રહેવામાં મુશ્કેલી ન આવી. કારણ કે તેમની નિયત સાફ હતી. જેમ એક મજૂર, કિસાન અને જનતાની ભાગીદારી થાય છે તેમ દેશના ઉદ્યોગપતિની દેશને બનાવવામાં મહત્વની ભૂમિકા રહે છે. શું આપણે તેમને અપમાનિત કરશું? ચોર, લૂટારા કહેશું? 



આલોચના માટે મારા ખાતામાં 4 વર્ષ અને બીજાના ખાતામાં 70 વર્ષ છે: પીએમ મોદી 


ઉદ્યોગપતિઓની સાથે વિરોધ કરનાર લોકો પડદા પાછળ તો તેમની સાથે ખૂબ મુલાકાત કરે છે અને સામે આવીને તેનો વિરોધ કરે છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, ઉદ્યોગપતિઓનો સાથ જરૂરી છે, પરંતુ તે ખોટુ કરશે તો તેણે દેશમાંથી ભાગવું પડશે અથવા જેલમાં જીવન વિતાવવું પડશે. પહેલા આમ ન હતું કારણ કે આજે જે લોકો વિરોધ કરી રહ્યાં છે પહેતા તે પડદા પાછળ તેને સપોર્ટ કરતા હતા. તે તમામને ખબર છે કે, ક્યા લોકો કોના વિમાનમાં ફરતા હતા.