ભાડાના મકાનમાં રહેતા લોકો ધ્યાન આપે! સરકારે બનાવ્યો નવો કાયદો, તમે પણ જરૂર જાણો
Model Tenancy Act: હકીકતમાં મોડલ ટેનન્સી અધિનિયમમાં રાજ્યોમાં તેને સંબંધિત ઓથોરિટી બનાવવાનો પ્રસ્તાવ છે. રાજ્ય સરકારે ભાડાની પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદના જલદી સમાધાન માટે રે્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યૂનલ્સ પણ બનાવી શકશે.
નવી દિલ્હીઃ ભાડાના મકાનમાં રહેતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોડલ ટેનન્સી એક્ટ (Model Tenancy Act) ને મંજૂરી આપવામાં આવી છે. મોડલ ટેનન્સી એક્ટનો ડ્રાફ્ટ હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. તેને નવો કાયદો બનાવી કે વર્તમાન ટેનન્સી કાયદામાં જરૂરી સંશોધન કરી લાગૂ કરવામાં આવી શકે છે.
હકીકતમાં મોડલ ટેનન્સી અધિનિયમમાં રાજ્યોમાં તેને સંબંધિત ઓથોરિટી બનાવવાનો પ્રસ્તાવ છે. રાજ્ય સરકારે ભાડાની પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદના જલદી સમાધાન માટે રે્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યૂનલ્સ પણ બનાવી શકશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર તેનાથી દેશભરમાં ભાડા પર મકાન આવવા સંબંધી કાયદાના માળખાને મજબૂત કરવામાં મદદ મળશે, જેનાથી આગળ આ ક્ષેત્રના વિકાસનો માર્ગ મોકળો બનશે.
ભાડૂઆતને મળશે અનેક અધિકાર
આ કાયદાને લાગૂ કરાવવાનો અધિકાર રાજ્યો પાસે હશે. નવો કાયદો બનવાથી ભાડૂઆતની સાથે-સાથે મકાન માલિકને પણ ઘણા અધિકાર મળશે. મકાન કે પ્રોપર્ટીના માલિક અને ભાડૂઆતમાં કોઈ વાતને લઈને વિવાદ થાય છે તો તેને ઉકેલવા માટે બન્નેને કાયદાકીય અધિકાર મળશે. કોઈ અન્યની સંપત્તિ પર કબજો કરી શકશે નહીં. મકાન માલિક ભાડૂઆતને હેરાન કરી ઘર ખાલી કરાવવા માટે કહી શકશે નહીં. તે માટે જરૂરી જોગવાઈઓ બનાવવામાં આવી છે.
રસી નથી તો કેમ જોર-શોરથી ખોલી રહ્યાં છો વેક્સિનેશન સેન્ટર, દિલ્હી સરકારને હાઈકોર્ટની ફટકાર
નવા કાયદાના ફાયદા
ભાડૂઆત કાયદાનો ઇરાદો દેશમાં એક વિવિધતાપૂર્ણ, ટકાઉ અને સમાવેશી ભાડા માટે આવાસીય બજારની રચના કરવાનો છે. તેનાથી દરેક આવક વર્ગના લોકો માટે પૂરતી સંખ્યામાં ભાડા માટે આવાસી એકમનો ભંડાર બનાવવામાં મદદ મળશે અને બેઘર થવાની સમસ્યાનો ઉકેલ આવશે. નવા કાયદાથી ખાલી પડેલા ઘરોને ભાડા પર ઉપલબ્ધ કરાવી શકાશે.
સરકારને આશા છે કે તેનાથી ભાડૂત બજારને બિઝનેસના રૂપમાં વિકસિક કરવામાં ખાનગી ભાગીદારી વધશે, જેથી રહેવાના મકાનોની ભારે કમીને દૂર કરી શકાશે. મોડલ ટેનન્સી કાયદાથી આવાસીય ભાડા વ્યવસ્થાને સંસ્થાકીય રૂપ આપવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube