રસી નથી તો કેમ જોર-શોરથી ખોલી રહ્યાં છો વેક્સિનેશન સેન્ટર, દિલ્હી સરકારને હાઈકોર્ટની ફટકાર
જસ્ટિસ રેખા પલ્લીએ દિલ્હી સરકારને નોટિસ જારી કરી તેમને તે સ્પષ્ટ કરવાનું કહ્યું છે કે શું તે કોવૈક્સીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા લાભાર્થીઓને 6 સપ્તાહના સમયમર્યાદા પૂરા થતાં પહેલા બીજો ડોઝ ઉપલબ્ધ કરાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ રસીની અછતને લઈને દિલ્હી હાઈકોર્ટે બુધવારે અરવિંદ કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે, જો દિલ્હી સરકાર લોકોને નક્કી સમયગાળામાં ભારત બાયોટેકે બનાવેલી કોવૈક્સીનના બન્ને ડોઝ ઉપલબ્ધ ન કરાશી શકે તો તેણે આટલા જોર-શોરથી રસીકરણ કેન્દ્ર ખોલવા જોઈએ નહીં. આ મામલામાં ઉચ્ચ ન્યાયાલયે દિલ્હી સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
જસ્ટિસ રેખા પલ્લીએ દિલ્હી સરકારને નોટિસ જારી કરી તેમને તે સ્પષ્ટ કરવાનું કહ્યું છે કે શું તે કોવૈક્સીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા લાભાર્થીઓને 6 સપ્તાહના સમયમર્યાદા પૂરા થતાં પહેલા બીજો ડોઝ ઉપલબ્ધ કરાવી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે બે અન્ય અરજીઓના સંબંધમાં કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી પૂછ્યું છે કે રાજધાની દિલ્હીમાં કોવિશીલ્ડ અને કોવૈક્સીનના બીજા ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવે.
મહત્વનું છે કે દિલ્હી સરકાર સતત તે દાવો કરી રહી છે કે તેને વેક્સિન મળી રહી નથી, તેના કારણે અનેક વેક્સિનેશન સેન્ટર બંધ કરવા પડ્યા છે. કોવૈક્સીન લેનારા લોકોએ બે ડોઝ વચ્ચે 6 સપ્તાહનું અંતર રાખવાનું હોય છે તો કોવિશીલ્ડના બે ડોઝ 12થી 16 સપ્તાહના અંતર પર લાગી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે