મોદી સરકારની આ યોજના કોંગ્રેસની કમર તોડનાર સાબિત થશે?
મોદી સરકાર વયોશ્રી યોજના શરૂ કરવા જઇ રહી છે. જેમાં બે મત નથી કે આ યોજનાથી દેશના લોકોને લાભ થશે. જો આ યોજનાને રાજકીય રીતે પણ જોવામાં આવે તો આનાથી કોંગ્રેસને મોટું નુકસાન ભોગવવું પડે તો નવાઇ નહીં કહેવાય. આ યોજનાથી ભાજપ કોંગ્રેસના મતમાં ભાગ પડાવશે એ નક્કી છે.
નવી દિલ્હી : ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સત્તા મેળવવા માટે રાહ જોઇને બેઠા છે. તો ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવાની વેતરણમાં છે. આ સંજોગોમાં મોદી સરકાર દ્વારા એક યોજના શરૂ કરવા જઇ રહી છે. વયોશ્રી યોજનાને લીધે દેશના લોકોને ફાયદો થવાની આશા સેવાઇ રહી છે જે જોતાં મોદી સરકારની આ યોજના કોંગ્રેસની કમર તોડનાર સાબિત થઇ શકે એમ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
છેલ્લા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન મોદી સરકારે દેશ હિતને ધ્યાનમાં રાખીને નોટબંધી, જીએસટી સહિતના મોટા પગલાં ઉઠાવ્યા છે. જેને પગલે ભાજપ સરકારને ક્યાંક લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું છે. આ સંજોગોમાં સરકાર પાસે ઓછો સમય બચ્યો છે. એવામાં મોદી સરકાર એવી યોજનાઓ અમલમાં મુકવા જઇ રહ્યું છે જે સીધી લોકોને લાભકારી હોય.
આ દિશામાં પગલાં ભરતાં મોદી સરકાર વયોશ્રી યોજના શરૂ કરવા જઇ રહી છે. જેમાં કોઇ બે મત નથી કે આ યોજનાથી કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે. આ યોજના અંતર્ગત વડીલોને ચશ્મા, છત્રી, ટ્રાઇસિકલ, ટ્રાઇમોટર અને સાંભળવાનું મશીન સહિતની સામગ્રી આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આ યોજના દેશના 292 જિલ્લામાં લઇ જવાશે. અત્યાર સુધી આ યોજના દરેક રાજ્યમાં માત્ર બે જિલ્લાઓમાં જ છે. જોકે હવે એનો વિસ્તાર વધારાશે. આ માટે સરકારે કમરકસી છે.