નવી દિલ્હી: દુશ્મનો સામે ભારતીય સૈનિકોને વધુ દમદાર અને શક્તિશાળી બનાવવા માટે ભારત સરકારે 16 જાન્યુઆરીના રોજ મોટો ફેસલો લીધો છે. મોદી સરકારે 3547 કરોડ રૂપિયાના ખર્ચે અસોલ્ટ રાઈફલ્સ અને કાર્બાઈન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ફેસલા પર સરકારનું કહેવું છે કે રાઈફલોની ખરીદીથી બોર્ડર પર તહેનાત સૈનિકોની તાત્કાલિક જરૂરિયાતની 'ત્વરિત આધાર' પર પૂર્તિ કરવામાં આવશે. રક્ષામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતાવાળા રક્ષા અધિગ્રહણ પરિષદ(ડીએસી)એ 72000 અસોલ્ટ રાઈફલ્સ અને 93895 કાર્બાઈનની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ખરીદીથી સશસ્ત્ર દળો માટે નાના હથિયારોની અછતનું સમાધાન થવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 રાઈફલોની ખરીદીમાં મેક ઈન ઈન્ડિયાનું રખાશે ધ્યાન
સૂત્રોના જણાવ્યાં મુજબ ખરીદ પ્રક્રિયા શરૂ કરવા માટે જલદીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. ખરીદી સરકાર ટુ સરકાર (જીટુજી) સ્તર પર કરવામાં આવી શકે છે. રક્ષા મંત્રાલયની એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે રક્ષા ડિઝાઈન અને રક્ષા ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે ડીએસીએ રક્ષા ખરીદીની પ્રક્રિયાની મેક ટુ શ્રેણીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ડીએસીએ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે જેથી કરીને તેને ઉદ્યોગ અનુકૂળ બનાવી શકાય અને તેના પર સરકારનું ઓછામાં ઓછુ નિયંત્રણ હોય.


રક્ષા ખરીદીમાં કરવામાં આવ્યાં છે ફેરફાર
સંશોધિત પ્રકિયાથી હવે રક્ષા મંત્રાલયને ઉદ્યોગથી પ્રસ્તાવોને ઓટો એક્સેપ્ટ કરવાની અનુમતિ હશે અને સ્ટાર્ટ અપને ભારતીય સશસ્ત્ર દળો માટે ઉપકરણ વિકસિત કરવાની અનુમતિ હશે. મેક ટુ પરિયોજનાઓ માટે ન્યૂનતમ યોગ્યતાના માપદંડોમાં પણ ઢીલ આપવામાં આવી છે. તેમાં ક્રેડિટ રેટિંગથી સંબંધિત શરતોને હટાવવામાં આવી છે અને શુદ્ધ સંપત્તિના માપદંડને ઘટાડવામાં આવ્યાં છે. પૂર્વવર્તી મેક ટુ પ્રક્રિયા મુજબ ફક્ત બે વિક્રેતાઓને પ્રોટોટાઈપ ઉપકરણ વિક્સિત કરવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતાં. 


વકતવ્યમાં કહેવાયું છે કે હવે, ઢીલ અપાયેલા યોગ્યતા માપદંડોને પૂરા કરનારા તમામ વિક્રેતાઓને પ્રોટોટાઈપ વિકાસ પ્રક્રિયામાં ભાગ લેવાની અનુમતિ હશે. વિક્રેતાને વિસ્તૃત પરિયોજના રિપોર્ટ સોંપવાની જરૂર નહીં રહે. પરિષદ દ્વારા મેક ટુ પરિયોજનાને મંજૂરી અપાયા બાદ તમામ સ્વીકૃતિ સર્વિસ મુખ્યાલય: એસએચક્યુ: સ્તર પર અપાશે.