આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થ યાત્રા જેવો લાગ્યો: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી `તીર્થ યાત્રા` સાથે કરતા આજે કહ્યું કે એવું લાગ્યું જાણે જનતા દેશના પુર્નજાગરણ અને રાષ્ટ્રીય ઉત્થાનના અભિયાનમાં યોગદાન આપવા માટે કૃત સંકલ્પિત હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ફક્ત પાર્ટીએ નહીં પરંતુ જનતાએ પણ લડી. વડાપ્રધાને આ ટિપ્પણી ભાજપના હેડક્વાર્ટરમાં આયોજિત મંત્રી પરિષદના સભ્યો માટે કરાયેલા `સ્વાગત અને આભાર મિલન સમારોહ`માં કરી.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી 'તીર્થ યાત્રા' સાથે કરતા આજે કહ્યું કે એવું લાગ્યું જાણે જનતા દેશના પુર્નજાગરણ અને રાષ્ટ્રીય ઉત્થાનના અભિયાનમાં યોગદાન આપવા માટે કૃત સંકલ્પિત હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ફક્ત પાર્ટીએ નહીં પરંતુ જનતાએ પણ લડી. વડાપ્રધાને આ ટિપ્પણી ભાજપના હેડક્વાર્ટરમાં આયોજિત મંત્રી પરિષદના સભ્યો માટે કરાયેલા 'સ્વાગત અને આભાર મિલન સમારોહ'માં કરી.
ડિનર ડિપ્લોમસી પહેલા PM મોદી પહોંચ્યાં BJP હેડક્વાર્ટર, કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાને મંત્રીઓને છેલ્લા પાંચ વર્ષોમાં તેમના કામકાજ અને સરકારની કલ્યાણ યોજનાઓને જમીન પર ઉતારવામાં માટે એક ટીમની જેમ કામ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો.
'આ ચૂંટણી રાજકારણથી અલગ છે'
વડાપ્રધાને કહ્યું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે. પરંતુ આ ચૂંટણી રાજકારણથી અલગ છે. આ ચૂંટણી જનતા તમામ પ્રકારની દીવાલો ઓળંગીને લડી રહી હતી. મેં અનેક વિધાનસભા ચૂંટણી અને ગત લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ભાગ લીધો છે. આ દરમિયાન દેશભરનો પ્રવાસ ખેડ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણી પ્રચાર મને એવો લાગ્યો જાણે કે તીર્થ યાત્રા હોય. તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે એનડીએને એકજૂથ થઈને કામ કરવા પર ભાર મૂક્યો.
જુઓ LIVE TV