12 વર્ષે એકવાર ખીલતા ફૂલનો PM મોદીએ ભાષણમાં કર્યો ઉલ્લેખ, ખાસ જાણો કારણ
5 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના પાંચમા ભાષણની શરૂઆત નીલગીરી પુષ્પની વ્યાખ્યાથી કરી.
નવી દિલ્હી: 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના પાંચમા ભાષણની શરૂઆત નીલગીરી પુષ્પની વ્યાખ્યાથી કરી. તેમણે કહ્યું કે નીલગીરીની પહાડીઓમાં 12 વર્ષોમાં એકવાર નીલકુરંજી પુષ્પ ખીલે છે. આ પુષ્પનો રંગ નીલા રંગનો હોય છે. તે કઈંક એવા પ્રકારનું હોય છે જે રીતે તિરંગામાં અશોકચક્ર સ્થિત હોય છે. તેમણે સૂર્યોદયની ચેતના સાથે જોડતા કહ્યું કે દેશ આજે આત્મવિશ્વાસ સાથે ભરેલો છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આ વખતે નીલકુરંજી પુષ્પનો ઉલ્લેખ એટલા માટે કર્યો કારણ કે 2006ના 12 વર્ષ બાદ તે આ વર્ષે ફરીથી ખિલ્યુ છે. એ જ રીતે આઝાદી બાદ અત્યાર સુધી આ ફૂલ છ વાર જ ખીલ્યું છે. તેનું વૈજ્ઞાનિક નામ સ્ટ્રોબિલેનથેસ કુંથીઆનસ (Strobilanthes kunthianus) છે. તે દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટની નીલગીરીની પહાડીઓમાં 1300-2400ની ઉંચાઈ પર મળી આવે છે. તેના જીવનચક્રનું પણ ખાસ સ્વરૂપ છે. કુરંજી કે નીલકુરંજીના કેટલાક ફૂલ દર સાત વર્ષે પુષ્પિત થાય છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ જાય છે. તેના બીજોના પ્રસારથી જ આ પુષ્પોનું જીવનચક્ર ચાલે છે.
ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગાતા પીએમનું ગળું રૂંધાયું
આજે આખો દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આજે સવારે 7.30 વાગે લાલ કિલ્લાની પ્રાચિર પર તિરંગો ફરકાવ્યો. વડાપ્રધાને રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીનું લાલ કિલ્લા પરની પ્રાચિરથી આજે છેલ્લું ભાષણ છે. તિરંગો ફરકાવ્યા બાદ જનમનગણ...ની ધુન સાંભળીને દરેક ભારતીયની છાતી પહોળી થતી હોય છે. બીજી બાજુ પોતાનું રાષ્ટ્રગીત સાંભળીને પીએમ મોદીની આંખોમાં આસું આવી ગયાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પર તિરંગો લહેરાવ્યો. લાલ કિલ્લા પર તોપોની સલામી અને રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન થયું. આ અવસરે પીએમ મોદી રાષ્ટ્રગીતના બોલ સાંભળીને ભાવવિભોર થઈ ગયાં. રાષ્ટ્રગીત ગાતા ગાતા પીએમનું ગળું પણ રુંધાઈ ગયું.