સીકર : સેના, શહીદી અને એરસ્ટ્રાઇક મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે, કોંગ્રેસ કોઇ પણ પ્રકારે સાબિત કરવાના પ્રયાસો કરી રહી છે કે તેની સરકારોએ પણ એસ્ટ્રાઇક કરી. કોંગ્રેસ હવે મીટૂ મીટૂ કરી રહી છે. રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં સીકર શહેરમાં ચૂંટણી સંભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, ચૂંટણી પહેલા ચાર તબક્કામાં ચારેય ખાને ચીત થયા બાદ હવે કોંગ્રેસ નવી પેંતરાબાજી કરી રહી છે. કાલે કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું કે, અમારા સમયે પણ અનેક વખત સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી. હવો કોંગ્રેસ યેનકેન પ્રકારે સાબિત કરવા માંગે છે કે અમારા સમયમા પણ સર્જીકલ સ્ટ્રાઇક થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે, પરંતુ મારે દેશપ્રેમ સાબિત કરવાની જરૂર નથી: અક્ષય

આ કેવી સ્ટ્રાઇક હતી ભાઇ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ કેવી સ્ટ્રાઇક હતી ભાઇ, જે અંગે આતંકવાદીની કોઇ માહિતી નથી, સ્ટ્રાઇક કરનારાઓને માહિતી નથી, પાકિસ્તાનને પણ કંઇ જ ખબર નથી અને દેશની જનતાને પણ આ અંગે કોઇ જ માહિતી નથી. પહેલા તેમણે એમ કહ્યું કે, આવું કંઇ થતું જ નથી, પહેલા મજાક ઉડાવ્યો પરંતુ જ્યારે જોયું કે જનતા મોદીની સાથે છે તો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. હવે ત્રીજો રસ્તો અપનાવવા લાગ્યા કે અમે પણ સ્ટ્રાઇક કરી હતી. પહેલા ઉપેક્ષા, પછી વિરોદ અને હવે મે પણ કર્યું નાં નામે મી ટૂ... મી... ટૂ કરી રહ્યા છે. 
Live: ઓરિસ્સા બાદ 'ફોની' પશ્ચિમ બંગાળ તરફ ફંટાયું, મિદનાપુરમાં સૌથી વધારે અસર

વડાપ્રધાને કહ્યું કે, ચૂંટણીનાં ચાર તબક્કા ગયાં તેટલામાં જ કોંગ્રેસનાં નેતાઓએ સર્જીકલ સ્ટ્રાઇકની સંખ્યા 3માંથી વધારીને 6 કરી દીધી છે. કદાચ ચૂંટણી પુર્ણ થતા થતા સુધીમાં તેઓ એવા દાવા કરવા લાગશે કે અમે દરરોજ સર્જીકલ સ્ટ્રાઇક કરતા હતા. ખોટુ બોલવામાં ક્યાં ખર્ચ આવે છે. 23મેનાં રોજ જ્યારે પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ કહેશે અમે 6 નહી 600 વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. 


જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા, બુરહાન વાની ગેંગનો સફાયો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સેનામાં તે જ લોકો જાય છે જેમની પાસે બે ટંક જમવાનું નથી હોતું. આ આપણા વીર પુત્રો અને તેમની માતાઓનું અપમાન છે કે નહી ? સીકરમાં મોદીનું ભાષણ એરસ્ટ્રાઇક, સેના, સૈનિક અને શોર્ય પર કેન્દ્રીત રહ્યુ અને તેમણે આ મુદ્દાઓ પર કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. 


રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને લખ્યો ભાવુક પત્ર, ઇરાનીએ આપ્યો આકરો જવાબ

વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસનાં મનમાં ક્યારે પણ દેશનું સંરક્ષણ કરનારાઓ માટે સન્માન નથી રહ્યું. એટલા માટે કોંગ્રેસે ક્યારે તેમનાં હિતો અંગે નથી વિચાર્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો પંજો હંમેશા મલાઇના ચક્કરમાં રહે છે. જ્યાં મલાઇ નહી, ત્યાં કોંગ્રેસ ક્યારે પણ નથી ગઇ. આ પણ એક કારણ છે કે કોંગ્રેસમાં આવતાની સાથે જ મોંઘવારી આસમાનને સ્પર્શવા લાગે છે. એટલે કે કોંગ્રેસ આવશે મોંઘવારી લાવશે.