રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને લખ્યો ભાવુક પત્ર, ઇરાનીએ આપ્યો આકરો જવાબ
પત્ર દ્વારા રાહુલ ગાંધીએ અમેઠી અને ત્યાંની જનતા પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ રાહુલ ગાંધી આ દાવ પર પણ લોકસભા ચૂંટણીમાં તેમને ટક્કર આપી રહેલા ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ પાણી ફેરવી દીધું છે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનાં પાંચમાં તબક્કાનાં મદતાન પહેલા કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનાં લોકસભા વિસ્તાર અમેઠીની જનતાને સંબોધિત કરતા એક પત્ર લખ્યો છે. પત્ર દ્વારા રાહુલ ગાંધીએ અમેઠી અને ત્યાંની જનતા પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ રાહુલ ગાંધી તેના દાવ પર પણ લોકસભા ચૂંટણીમાં ટક્કર આપી રહેલ ભાજપ ઉમેદવારી સ્મૃતિ ઇરાનીએ આકરો શાબ્દિક પ્રહાર કર્યો છે.
પત્રમાં અમેઠીને પરિવાર ગણાવ્યો
રાહુલ ગાંધીએ પોતાનાં પત્રની શરૂઆતમાં લખ્યું કે, અમેઠી મારો પરિવાર છે. મારુ અમેઠીનો પરિવાર મને હિમ્મત આપે છે કે હું સચ્ચાઇની સામે ઉભો રહું, હું ગરીબ-નબળા લોકોની પીડા સાંભળી શકું અને તેમનો અવાજ સાંભળી શકું અને બધા માટે એક ન્યાયનો સંકલ્પ લઇ શકું. તમે મને જે પ્રેમની શીખ આપી હતી, તેનો આધાર પર મને સમગ્ર દેશને ઉત્તરથી દક્ષિણ, પુર્વથી પશ્ચિ સુધી જોડવાનો પ્રયાસ કર્યો છે.
અંતમાં વિકાસનું વચન આપ્યું
પત્રના અંતે રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા લખ્યું કે, સમગ્ર દેશ ભાજપનાં 5 વર્ષનાં અન્યાયની વિરુદ્ધ, ન્યાયની સાથે ઉભો છે. આગામી 6 મેનાં રોજ અમેઠીમાં ચૂંટણી યોજાનાર છે. મારુ અમેઠીની પરિવારની જનતાને ભોળવવા માટે ભાજપનાં લોકો અસત્યની ફેક્ટ્રી લગાવી દેતા હોય છે અને પૈસાની નદિઓ વહાવવા લાગે છે. જો કે ભાજપવાળા કદાચ જનતાની શક્તિ તેનું સત્ય , સ્વાભિમાન અને સાદગી છે. અમેઠીની જનતાને મારુ વચન છે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે ચ તેનું સત્ય, સ્વાભિમાન અને સાદગી છે. અમેઠીની જનતાને મારુ વચન છે કે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ ભાજપ દ્વારા અમેઠી માટે રોકાયેલા તમામ કામ ઝડપથી ચાલુ થશે. 6 મેનાં રોજ મોટા પ્રમાણમાં મતદાન કરીને તમે આ પરિવારનાં સભ્યને જરૂર સમર્થન આપીને મજબુત બનાવશો.
સ્મૃતિ ઇરાનીનો આકરો પ્રહાર
રાહુલ ગાંધીનાં આ પત્ર પર વળતો હુમલો કરતા અમેઠી લોકસભા વિસ્તારથી ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, પરિવારછોડીને બધા જ જાય છે. જો પત્ર લખી રહ્યા છો પરંતુ ત્યારે તે વાતને મહત્વ નથી આપ્યું કે સ્વયં પણ આવીને અહીં દર્શન આપો. જો કે હું માત્ર કહેવા માંગીશ કે રાહુલ ગાંધીનો હિન્દુ અને હિન્દુસ્તાન વિરોધી ચહેરો માત્ર અમેઠીની જનતાની સામે જ નહી સમગ્ર હિન્દુસ્તાનની સામે આવી ચુક્યો છે.
સ્મૃતિ ઇરાનીએ પોતાનો શાબ્દિક પ્રહાર યથાવત્ત રાખતા આગળ જણાવ્યું કે, એક તરફ તેમની પાર્ટીએ યાસીન મલિકને મહિમામંડિત કરી જેણે કાશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતારી દીધા, બીજી તરફ તેમનાં નેતા એવા નેતાઓ સાથે મંચ પર હાજર રહે છે તે હિંદુઓને હિંસક ગણાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે