ચંડીગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પોતાના આક્રમક પ્રહારો ચાલુ રાખતા કહ્યું કે દેશ એક મજબુત સરકાર ચૂંટી રહ્યો છે અને તે 'પરિવાર પ્રથમ' કરતા 'દેશ પ્રથમ'ને પસંદ કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ


પીએમ મોદીએ આજે ચંડીગઢમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે, 'દેશ મજબુત સરકાર ચૂંટી રહ્યો છે. અસહાય સરકાર નહીં. તે ઈન્ડિયા ફર્સ્ટ (દેશ પ્રથમ)ને પસંદ કરી રહ્યો છે, ફેમિલી ફર્સ્ટ (પરિવાર પ્રથમ)ને નહીં. વંશવાદને નહીં વિકાસને ચૂંટી રહ્યો છે.' તેમણે કહ્યું કે દેશ તેમને ચૂંટી રહ્યો છે જેમણે આતંકીઓને તેમના ગઢમાં માર્યા. 


પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવા માટે ક્રિકેટનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એક ટુર્નામેન્ટ એટલા માટે બીજા દેશમાં કરાઈ કારણ કે ભારતમાં લોકસભા ચૂંટણી થઈ રહી હતી. તેમણે કહ્યું કે શું આ લોકસભા ચૂંટણી આ દેશમાં થઈ રહી છે કે નહીં? શું આઈપીએલ આ દેશમાં રમાઈ કે નહીં?


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...