વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, મૃતક 12 ભૂલકાં અને 2 શિક્ષકોના પરિવારજનો લાચાર

Harni Boat Tragedy : વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં 5 આરોપીઓને હાઈકોર્ટે આપ્યા જામીન, 8 મહિના બાદ જેલમાંથી બહાર આવશે આરોપી

વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, મૃતક 12 ભૂલકાં અને 2 શિક્ષકોના પરિવારજનો લાચાર

Vadodara News : વડોદરામાં હરણી બોટકાંડમાં 14 નો ભોગ લેનાર પાંચ આરોપીને અંતે જામીન મળ્યાં છે. બે મુખ્ય આરોપી સહિત પાંચ આરોપી આઠ માસ બાદ જેલ બહાર આવશે. કોટિયા બંધુ અને પેટા કોન્ટ્રાક્ટરોને હાઇકોર્ટે જામીન આપ્યા છે. તારીખ 18 જાન્યુઆરી 2024 ના રોજ બોટ દુર્ઘટના બની હતી. જેમાં 12 માસુમ ભૂલકા અને 2 શિક્ષકોનો ભોગ લેવાયો હતો. 

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 માસુમ બાળકોના મોત નિપજ્યા હતા. સાથે જ બે શિક્ષકો પણ મોતને ભેટી હતી. ત્યારે વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સોમવારે સુનવણી હતી, જેમાં હાઈકોર્ટે મોટો ફેંસલો આપતા આ કેસના પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ બેન્ચે તમામ પાંચ આરોપીની જામીન મંજૂર કરી છે. 

કોને કોને મળ્યા જામીન

  • પરેશ શાહ વત્સલ શાહ (કોટીયા પ્રોજેક્ટના સંચાલક)
  • શાંતિલાલ સોલંકી (બોટમેન)
  • નિલેશ જૈન (બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવનાર ડોલ્ફિન કંપનીના માલિક)
  • નયન ગોહિલ (બોટમેન)

શું બની હતી દુર્ઘટના
18 જાન્યુઆરી 2024 ના રોજ વડોદરામાં આવેલા હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ પામ્યા હતા. આ બાળકો પોતાની શાળાથી પિકનિક ગયા હતા. અને ત્યાં આ દુર્ઘટના સર્જાઇ હતી.

હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. અગાઉ કેસમાં ચાર મહિલા આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. હજુ એક આરોપી જેલમાં છે. 

આ કેસ અંગેના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાંમાં આવ્યો છે. આ અંગેના ઓર્ડરની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news