ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ લખ્યો બ્લોગ, PM મોદીએ આપી આવી પ્રતિક્રિયા
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાની ચુપકીદી તોડી છે
નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીના બ્લોગ અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અડવાણીજીએ ભાજપની સાચી ભાવનાઓ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમને ભાજપ કાર્યકર્તા હોવા અંગે ગર્વ છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અડવાણીજીએ ભાજપની સાચી ભાવનાઓને વ્યક્ત કરી છે.
PM મોદીને જીતાડવાની વાત કરી કલ્યાણસિંહ ફસાયા, ખુર્શી છીનવાય તેવી વકી !
2015 બાદ પહેલીવાર લખ્યો અડવાણીને બ્લોગ
લોકસભા ચૂંટણી પહેલા તબક્કા પહેલા ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની ચુપકીદી તોડી હતી. 2015 બાદ પહેલીવાર પોતાના બ્લોગમાં એક પોસ્ટ લખી હતી. પોતાનાં બ્લોગમાં તેમણે વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભારતીય લોકશાહીનો સાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, ભાજપે ક્યારે પણ રાજનીતિક રીતે અસંમત થનારાઓને ક્યારે પણ રાષ્ટ્ર વિરોધી નથી માન્યા. અત્રે ઉલ્લેખનીય છે કે 11 એપ્રીલે લોકસભાના પહેલા તબક્કામાં મતદાન કરવા માટે જવાનું છે.