નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે, હુમલામાં ઠાર મરાયેલા લોકોનું બલિદાન વ્યર્થ નહી જાય. પોલીસે જણાવ્યું કે, છત્તીસગઢનાં દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓનાં હુમલામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવી અને ચાર સુરક્ષાકર્મચારીઓનાં મોત નિપજ્યા હતા. વડાપ્રધામ મોદીએ ટ્વીટ કર્યું કે, છત્તીસગઢમાં માઓવાદી હુમલાની આકરી નિંદા કરુ છું. શહીદ થયેલા જવાનોનાં પ્રત્યે મારી શ્રદ્ધાંજલી આ શહીદોનું બલિદાન બેકાર નહી જાય.  વડાપ્રધાને કહ્યું કે, મંડાવી ભાજપના સમર્પિત કાર્યકર્તા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દારૂબંધી છતા ''ચોકીદાર'' ને ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પુજા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢનાં દંતેવાડામાં થયેલા નક્સલી હુમલા અંગે દુખ વ્યક્ત કરતા પીડિત પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, દંતેવાડા (છત્તીસગઢ) નો નકસલી હુમલો ખુબ જ દુખદ છે. હું ઇશ્વરને મૃતકોની આત્માની શાંતિ અને પરિવારજનોને શક્તિ તથા હિમમ્મત આપવા માટે પ્રાર્થના કરુ છું. 
નક્સલવાદીઓએ બારુદી સુરંગથી વિસ્ફોટ કર્યો.


ITR ફાઇલ કરતા સમયે આ 5 ભુલ પડી શકે છે મોંઘી, ઇન્કમ ટેક્સ ફટકારી શકે છે નોટિસ


લોકસભા 2019: પહેબા તબક્કાની 91 સીટો પર ચૂંટણી પડઘમ શાંત, 11 એપ્રીલે મતદાન



અધિકારીઓએ માહિતી આપી કે  પોલીસને માહિતી મળી છે કે, ભીમા મંડાવીનો કાફલો આજે બચેલીથી કુઆકોંડાની તરફ રવાના થયો હતો. કાફલો જ્યારે શ્યામગિરીની નજીક હતો ત્યારે નક્સલવાદીઓ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી દીધો. આ ઘટનામાં વાહનો ક્ષતીગ્રસ્ત થઇ ગયા તથા તેમાં બેઠાલા પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વધારાનાં દળોને રવાનાં કરવામાં આવ્યા હતા.