નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિશ્વના સૌથી મોટા ઓનલાઇન હેકથોનના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આ પરિસ્થિતિઓમાં સ્પર્ધાને કરાવવી પ્રથમ પડકાર હતો. પીએમે કહ્યુ કે, તમે જે પડકાર પર કામ કરી રહ્યાં છો, હું તેના વિશે જાણવા માટે આતુર છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, આપણી સુવિધાને પ્રભાવી, ઇન્ટ્રેક્ટિવ અને લોકોને અનુકૂળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્ટસ એક ખુબ મોટી સુવિધા હોઈ શકે છે. પીએમે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું કે, ડેટા-સંચાલિત સમાધાનોની સાથે, હેલ્થકેર સમાધાન એક મોટો ફેરફાર ઊભો કરી શકે છે. ગરીબોના મોટા ભાગના વિસ્તારમાં આજે સસ્તી સેવાઓ મળી રહી છે અને આયુષ્માન ભારત યોજના હેઠળ અમારો ઉદ્દેશ્ય પણ તે છે. 


પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતમાં મહિલાઓને સ્વચ્છતા વિશે જાગરૂતતા ખુબ મોડેથી આવી છે. છેલ્લા છ વર્ષથી મહિલાઓ આ દિશામાં પ્રયાસ કરી રહી છે. 


બોલીવુડ અને સત્તાના 'લાડલા' અમર સિંહની મુલાયમ સાથે દોસ્તીની કહાની  

કોરોનાના પડકારોને કારણે આ વખતે હેકથોનનું ઓનલાઇન આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube