કાનપુર: PM નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં છે. અહીં તેઓ કાનપુર આઈઆઈટીના 54માં દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. ત્યારબાદ તેઓ કાનપુરમાં લગભગ 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે  બનેલા મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ જનસભા પણ સંબોધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવનમાં કમ્ફર્ટ નહીં, ચેલેન્જ પસંદ કરો- પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજથી શરૂ થયેલી યાત્રામાં તમારી સગવડતા માટે અનેક લોકો તમને શોર્ટકટ પણ બતાવશે. પરંતુ મારી સલાહ એ રહેશે કે તમે comfort પસંદ ન કરતા, Challenge જરૂર પસંદ કરજો. કારણ કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, જીવનમાં પડકારો આવવાના જ છે. જે લોકો તેનાથી દૂર ભાગે છે તેઓ તેનો શિકાર બની જાય છે. તેમણે કહ્યું કે કોણ ભારતીય નહીં ઈચ્છે કે ભારતની કંપનીઓ ગ્લોબલ બને, ભારતના Product Global બને. જે IITs ને જાણએ છે ત્યાંની ટેલેન્ટને જાણે છે, અહીંના પ્રોફેસર્સની મહેનત જાણે છે તેઓ એ પણ વિશ્વાસ ધરાવે છે કે આ IIT ના યુવાઓ જરૂર કરશે. 


દુનિયાનું બીજુ સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના આ 75માં વર્ષમાં આપણી પાસે 75થી વધુ unicorns છે, 50 હજારથી વધુ સ્ટાર્ટ અપ છે. જેમાંથી 10 હજાર તો ફક્ત છેલ્લા 6 મહિનામાં આવ્યા છે. આજે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બનીને ઉભર્યું છે. કેટલાક સ્ટાર્ટઅપ્સ તો આપણી IITs ના યુવાઓએ જ શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે મારી વાતોમાં તમને અધીરતા નજર આવતી હશે પરંતુ હું ઈચ્છુ છું કે તમે પણ આ પ્રકારે આત્મનિર્ભર ભારત માટે અધીરા બનો. આત્મનિર્ભર ભારત, પૂર્ણ આઝાદીનું મૂળ સ્વરૂપ જ છે. જ્યાં આપણે કોઈના પર નિર્ભર નહીં રહીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે Every nation has a message to deliver, a mission to fulfill, a destiny to reach. જો આપણે આત્મનિર્ભર નહીં રહીએ તો આપણો દેશ તેના લક્ષ્યાંકોને કેવી રીતે પૂરા કરશે. પોતાની Destiny સુધી કેવી રીતે પહોંચશે? 


Omicron સંકટ વચ્ચે મહત્વના સમાચાર: બે રસી CORBEVAX, COVOVAX અને કોરોના દવા Molnupiravir ને મળી મંજૂરી


ટેક્નોલોજી વગર હવે જીવન અધૂરું
પીએમ મોદીએ કહ્યું કે આ દોર, આ 21મી સદી સંપૂર્ણ રીતે Technology Driven છે. આ દાયકામાં પણ ટેક્નોલોજી અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનો દબદબો વધારવાની છે. ટેક્નોલોજી વગરનું જીવન હવે એક પ્રકારે અધૂરું જ રહેશે. આ જીવન અને ટેક્નોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને વિશ્વાસ છે કે તેમાં તમે જરૂર આગળ નીકળશો. 


કોંગ્રેસના સ્થાપના દિવસે સોનિયા ગાંધી ફરકાવી રહ્યા હતા ઝંડો....અચાનક આ શું થઈ ગયું? જુઓ Video 


કાનપુર જિલ્લો વિવિધતાનું પ્રતિક
પીએમએ કહ્યું કે કાનપુર ભારતના તેવા ગણતરીના શહેરોમાંથી એક છે જે આટલું diverse છે. સત્તી ચૌરા ઘાટથી લઈને મદારી પાસી સુધી, નાના સાહેબથી લઈને બટુકેશ્વર દત્ત સુધી. જ્યારે આપણે આ શહેરની સૈર કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે જાણે આપણે સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોના ગૌરવની, તેના ગૌરવશાળી ભૂતકાળની સૈર કરી રહ્યા છીએ. 


સમગ્ર દુનિયા પર છવાઈ જાય IIT ના વિદ્યાર્થીઓ
પીએમ મોદીએ કહ્યું કે તમે જ્યારે IIT કાનપુરમાં પ્રવેશ લીધો હતો તઅને હવે જ્યારે તમે અહીંથી નીકળી રહ્યા છો ત્યારે અને હાલમાં તમે તમારામાં ખુબ પરિવર્તન મહેસૂસ કરી રહ્યા હશો. અહીં આવતા પહેલા એક  Fear of Unknown હશે એક Query of Unknown હશે. હવે Fear of Unknown નથી. હવે સમગ્ર દુનિયાને એક્સપ્લોર કરવાનો જુસ્સો છે. હવે Query of Unknown નથી પરંતુ હવે Quest for the best છે. સમગ્ર દુનિયા પર છવાઈ જવાનું સપનું છે. 


કાનપુરમાં જનસભા કરી સંબોધિત
પીએમ મોદી ત્યારબાદ શહેરના રેલવે ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે આજે ઉત્તર પ્રદેશમાં જે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે તે ગત કાળખંડમાં સમયનું જે નુકસાન થયું છે તેની ભરપાઈમાં લાગી છે. અમે ડબલ સ્પીડથી કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આજે મંગળવાર છે અને પનકીવાલા હનુમાનજીના આશીર્વાદથી આજે યુપીના વિકાસમાં વધુ એક સોનેરી અધ્યાય જોડાઈ રહ્યો છે. આજે કાનપુરને મેટ્રોની કનેક્ટિવિટી મળી છે. આ સાથે જ બીના રિફાઈનરી સાથે પણ કાનપુર હવે કનેક્ટ થઈ ગયું છે. 


તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકાર યુપીની જરૂરિયાતોને સમજતા દમદાર કામ કરી રહી છે. યુપીના કરોડો ઘરોમાં પહેલા પાઈપથી પાણી પહોંચતું હતું. આજે અમે 'હર ઘર જળ મિશન'થી યુપીના દરેક ઘર સુધી ચોખ્ખુ પાણી પહોંચાડવામાં લાગ્યા છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube