નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યૂએસ-ઇન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફોરમને સંબોધિત કરી. આ ફોરમની થીમ 'યૂએસ-ઇન્ડિયા નેવિગેટિંગ' પડકાર રહ્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હાલ સ્થિતિ ફ્રેશ માઇન્ડસેટની માંગ કરે છે. એક એવું માઇન્ડસેટ જ્યાં, વિકાસ માટે એપ્રોચ માનવ કેન્દ્રીત હોય, પીએમ મોદીએ કહ્યું કે જ્યારે 2020 શરૂ થયું તો શું કોઇએ વિચાર્યું હતું કે આ આવું રહેશે. એક વૈશ્વિ મહામરીએ તમામને પ્રભાવિત કર્યા છે. આ આપણી resilience, પબ્લિક હેલ્થ સિસ્ટમ અને ઇકોનોમિક સિસ્ટમને ટેસ્ટ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત 1.3 અરબ લોકોની વસ્તી અને સીમિત સંસાધનોવાળો દેશ છે. તેમછતાં ભારતમાં કોરોનાથી પ્રતિ લાખ વ્યક્તિ પર મૃત્યું દર દુનિયામાં સૌથી ઓછો છે. રિકવરી રેટ પણ ધીમે ધીમે વધી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પહેલો એવો દેશ હતો જેણે સૌથી પહેલા માસ્કનો ઉપયોગ અને ફેસ કવર કરવા એક મુખ્ય સ્વાસ્થ્ય માપદંડની માફક લીધું. આપણે બધાએ સૌથી પહેલાં સોશિયલ ડિસ્ટેંસિંગ માટે સામાજિક જાગૃતતાનું અભિયાન ચલાવ્યું. તેમણે કહ્યું કે કોરોના કાળ દરમિયાન, લોકડાઉન વખતે ભારત સરકારનો એક જ હેતુ હતો કે ગરીબોની રક્ષા કરવી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આખા વિશ્વમાં સૌથી મોટી સમર્થન સિસ્ટમ છે. તેના હેઠળ લગભગ 80 કરોડ લોકોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. 


તેમણે કહ્યું કે સીમિત સંસાધનો સાથે 130 કરોડની વસ્તીવાળો દેશ ભારત દુનિયાના તે દેશમાં સામેલ છે. જ્યાં કોરોના વાયરસ મહામારીના કારણે થનાર પ્રતિ 10 લાખ પર મોતની સંખ્યા સૌથી ઓછી છે. ભારતમાં કોરોનાના દર્દીઓ સાજા થવાન ઓદર (રિકવરી રેટ) પણ સતત વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીએ ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓને પ્રભાવિત કરી શકી નહી.


આ દરમિયાન તેમણે આત્મનિર્ભર ભારત અભિયાનની વાત કરી. તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોએ એક આત્મનિર્ભર ભારત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન લોકલ (સ્થાનિક)ને ગ્લોબલ (વૈશ્વિક) સાથે જોડે છે. આ ભારતની તાકાતને વૈશ્વિક શક્તિ ગુણકના રૂપમાં સુનિશ્વિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના મહિનામાં દુરગામી સુધારોને અંજામ આપ્યો છે. આ સુધાર વ્યાપરને પહેલાંની તુલનામાં ઘણો સરળ બનાવી રહ્યો છે અને લાલફીતાશાહીને ખતમ કરી રહ્યા છે.  


તેમણે કહ્યું કે ભારતમાં પડકારો માટે તમારી પાસે એક સરકાર છે જે પરિણામ આપવામાં વિશ્વાસ ધરાવે છે જેના માટે જીવન જીવવામાં સરળતા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી વ્યવસાય કરવામાં સરળ. તમે એક યુવા દેશને જોઇ રહ્યા છીએ જેની 65 ટકા વસ્તીની ઉંમર 35 વર્ષથી ઓછી છે. 


 


યૂએસઆઇએસપીએફ એક બિન-લાભકારી સંગઠન છે. જે ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી માટે કામ કરે છે. 31 ઓગસ્ટથી શરૂ થયેલી પાંચ દિવસીય શિખર સંમેલનનો વિષય 'યૂએસ-ઇન્ડિયા નેવિગેટિંગ ન્યૂ ચેલેંજેસ' છે. 


આ વિષયમાં વિભિન્ન વિષયોને સામેલ કરવામાં આવ્યા છે જેમ કે ભારત વૈશ્વિક વિનિર્માણ કેન્દ્ર બનવાની ક્ષમતા, ભારતના ગેસ બજારમાં અવસર, ભારતમાં એફડીઆઇને આકાર્ષિત કરવા માટે વ્યવસાય કરવામાં સરળતા, ટેક્નોલોજી ક્ષેત્રમાં સામાન્ય અવસરો અને પડકારો, હિંદ-પ્રશાંત આર્થિક મુદ્દે, સાર્વજનિક સ્વાસ્થ્ય અને અન્યમાં નવચાર. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube