નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ કે ઇઝરાયલી પીએમ બેનેટ કોરોના વાયરસથી સાજા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને નફ્તાલી બેનેટની વાતચીત દરમિયાન વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઈ છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઘણા ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સહયોગની સમીક્ષા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ, 'નફ્તાલી બેનેટ સાથે વાત કરી અને તે જાણીને ખુશી થઈ કે તે (કોરોના વાયરસથી) સાજા થઈ રહ્યા છે. અમે વર્તમાન વૈશ્વિક ઘટનાઓની ચર્ચા કરી અને ઘણા ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સહયોગની સમીક્ષા કરી છે. હું મારી ચર્ચા જારી રાખવા માટે ખુબ જલદી ભારતમાં તેમનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું.'


શોપિયાંમાં કાશ્મીરી પંડિતને આતંકીઓએ ગોળી મારી, એક દિવસમાં ત્રીજો હુમલો


આ પહેલાં પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતનું પણ સ્વાગત કર્યુ હતું અને આશા વ્યક્ત કરી હતી કે તેનાથી સંઘર્ષ ખતમ થઈ જશે. આ રીતે બેનેટ પણ યુદ્ધના સમયમાં એક શાંતિદૂરની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા અને તેમણે સંઘર્ષ ઉકેલવાના પ્રયાસો હેઠળ પુતિન અને ઝેલેન્સ્કી બંનેને કોલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube