નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગના માધ્યમતી કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. તેમના બ્લોગ ‘જ્યારે એક મૂઠ્ઠી મીઠાએ અંગ્રેજી સામ્રાજ્યને હલાવી નાખ્યું’માં કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીના વિતારોના વિપરીત કામ કર્યું છે. મહાત્મા ગાંધી આઝાદી પછી કોંગ્રેસને સમાપ્ત કરવાના પક્ષધર હતા. અમારી સરકાર મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દિવાળીમાં ફટાકડા ફૂટશે કે કેમ? સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે સમજામાં પાર્ટીશન ઉભૂ કર્યું છે. જાતિ અને ધર્મની રાજનીતિ કરી છે. ગરીબોના પૈસા પડાવી કોંગ્રેસી નેતાઓએ તેમની બેંક ભરી છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજૂ છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે રાજનીતિમાં પરિવારને જન્મ આપ્યો. કોંગ્રેસે લોકસતંત્રનું અપમાન કર્યું છે. રાજ્યોમાં બંધારણીય કલમ 356નો ઘણી વખત ખોટો ઉપયોગ થયો છે. કોંગ્રેસ દેશમાં ઇમરજન્સી લાવી હતી. કોંગ્રેસના નેતા હમેશાં કમ્યૂનલ એડજસ્ટમેન્ટ કરતા રહ્યાં છે.


UNમાં Pokના એક્ટિવીસ્ટ બોલ્યા, ‘પાક. સેના કાશ્મીરીઓને આત્મઘાતી હુમલો કરવા ઉશ્કેરે છે’


પીએમ મોદીના ગૃહ રાજ્યથી લોકસભા ચૂંટણીનો શંખ ફૂંકશે કોંગ્રેસ
પીએમ મોદીએ આ બ્લોગ એવા સમયે પર લખ્યો છે જ્યારે કોંગ્રેસ મંગળવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની કાર્યસમિતિ (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે તેમની રણનીતિને અંતિમ રૂપ આપશે અને પ્રચાર અભિયાનનો શંખ ફૂંકશે. સીડબ્લ્યૂસીની બેઠકનો આ સમયે ખાસ મહત્વ છે કે આ બેઠક સામાન્ય ચૂંટણી કાર્યક્રમોની ઘોષણાના બે દિવસ બાદ થઇ રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...