કોંગ્રેસની પ્રેમની ડિક્શનરીમાંથી મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં: PM મોદી
પીએમ મોદીએ અહીં એક જનસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, `મને ગાળો આપવામાં આ લોકોએ કેટલીયવાર મર્યાદા ઓળંગી નાખી છે, તે તેમની પ્રેમવાળી ડિક્શનરીથી માલુમ પડે છે. મને સ્ટ્યુપિડ પીએમ કહ્યો. જવાનોના લોહીનો દલાલ કહ્યો. તેમના પ્રેમની ડિક્શનરીમાં મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં.`
કુરુક્ષેત્ર: પીએમ મોદીએ અહીં એક જનસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, "મને ગાળો આપવામાં આ લોકોએ કેટલીયવાર મર્યાદા ઓળંગી નાખી છે, તે તેમની પ્રેમવાળી ડિક્શનરીથી માલુમ પડે છે. મને સ્ટ્યુપિડ પીએમ કહ્યો. જવાનોના લોહીનો દલાલ કહ્યો. તેમના પ્રેમની ડિક્શનરીમાં મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં."
વ્યક્તિએ પોતાના કર્મ કરતા રહેવું જોઈએ
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે 130 કરોડ લોકો માટે જીવન સમર્પણ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરું છું. આથી એકવાર ફરીથી તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પાંચ વર્ષમાં ગામડાથી લઈને સેટેલાઈટ સુધી, હાઈવેથી લઈને આઈવે, મોબાઈલથી લઈને મિસાઈલ સુધી, સિંચાઈથી લઈને ઈએમઆઈ સુધી દરેક સ્તર પર પ્રયત્નો થયા છે. પહેલાની સરખામણીમાં બમણી સ્પીડથી કામ થયું છે. હરિયામા આવવું એ મારા માટે ઘરમાં આવવા જેવી વાત છે. ક્યારેક સ્કૂટર પર, તો ક્યારેક બસથી ઉતરીને ઝોળો લઈને હું ચાલતો હતો, અહીંની ગલી ગલીથી હું વાકેફ છું. હું એક રીતે હરિયાણાથી છું.
મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે 2014માં તમારા એક મતે તમારા સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યું. 2019નો મત 12મી મેના રોજ વૈભવશાળી રસ્તો બનાવવાનું કામ કરશે. નવા ભારતના નિર્માણ પર અમે આગળ વધી રહ્યા છીએ. દેશ અને દુનિયામાં જે જાગરૂકતા વધી છે તે તેનું જ પરિણામ છે.
દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...