રતલામ: કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની 1984ના સિખ રમખાણો પરની કથિત ટિપ્પણી 'થયું તે થયું'  પર આકરા પ્રહારો કરતા આજે પીએમ મોદીએ કહ્યું કે પોતાના તમામ કૌભાંડો, કારનામાઓ ઉપર દેશની જનતા પ્રતિ પણ કોંગ્રેસનું આ જ વલણ છે. તેમણે કહ્યું કે આ ફક્ત ત્રણ શબ્દ નથી પરંતુ આ તો કોંગ્રેસનો અહંકાર છે. આ કોંગ્રેસની વિચારધારા છે. પરંતુ જનતા હવે આ મહામિલાવટી લોકોને કહી રહી છે કે "હવે બહુ થયું...ઈનફ ઈઝ ઈનફ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતલામ-જાંબુઆ લોકસભા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહેલા મોદીએ કહ્યું કે બોફોર્સ તોપ કૌભાંડ, સબમરીન કૌભાંડ, હેલીકોપ્ટર કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, 2જી કૌભાંડ, ભોપાલ ઝેરી ગેસ કોભાંડ, જવાનોને બુલેટ પ્રુફ જેકેટ નહીં આપવા, આતંકવાદ અને નક્સલવાદમાં જવાનો, લોકોના જીવ જવા જેવા તમામ મામલાઓમાં કોંગ્રેસનો એક જ જવાબ હોય છે "થયું તે થયું".


દુષ્કાળની થપાટ સહન કરી રહેલા 'આ' રાજ્યને રાહત પેકેજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, પરંતુ...


તેમણે કહ્યું કે, "આપણા સંસ્કાર છે કે આપણે માતા ભારતીને વંદનથી કામની શરૂઆત કરીએ છીએ પરંતુ કોંગ્રેસને ભારતમાતાની જયથી સમસ્યા છે. સંસ્કારોનું એક વધુ ઉદાહરણ છે, થોડા દિવસો પહેલા અહીંના એક સપૂત ધર્મેન્દ્ર સિંહે આગથી યુદ્ધ જહાજને બચાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. હું તેમને અને તેમને પરિવારને નમન કરું છું. "


કોંગ્રેસનો અહંકાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "પરંતુ બીજી બાજુ કોંગ્રેસનો નામદાર પરિવાર છે. આ લોકો પિકનિક માટે દેશના યુદ્ધજહાજનો ઉપયોગ કરે છે અને સવાલ ઉઠે તો ડર્યા વગર કહે છે કે 'જે થયું તે થયું'. આ માત્ર ત્રણ શબ્દ નથી. આ કોંગ્રેસનો અહંકાર છે. દેશની જનતા પ્રત્યે તેમનું વલણ છે."


હાપુડમાં દલિત મહિલા પર ગેંગરેપ, FIR નોંધવાની પોલીસે આનાકાની કરતા મહિલાએ પોતાને જ આગ લગાવી


વડાપ્રધાને કોંગ્રેસ પર હિન્દુ આતંકવાદનો નવો આલાપ રટવાનો આરોપ લગાવતા કહ્યું કે આપણી મહાન પરંપરાને બદનામ કરવાના કોંગ્રેસના આ ષડયંત્રના કારણે આતંકવાદીઓ બચતા રહ્યાં અને નિર્દોષોનું લોહી વહેતુ રહ્યું. આ જ કારણ છે કે કોંગ્રેસ આજે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા પર વાત કરતા ડરે છે. તેમણે કહ્યું કે નામદારોની ખોટી નીતિઓના કારણે દેશમાં છાશવારે બોમ્બ વિસ્ફોટો થયા ને વિસ્ફોટો  કરનારાના તાર સરહદ પાર જતા હતાં પરંતુ કોંગ્રેસ ફક્ત કહેતી રહી જે 'થયું તે થયું'.


વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશમાં ખેડૂતોને પાક ઋણ માફીના 'ઠાલા વચન' બદલ પણ કોંગ્રેસને આડે હાથ લીધી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...