દુષ્કાળની થપાટ સહન કરી રહેલા 'આ' રાજ્યને રાહત પેકેજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, પરંતુ...

ભીષણ દુષ્કાળનો સામનો કરી રહેલા કર્ણાટકને રાહત  પેકેજની મંજૂરી માટે કેન્દ્રમાં નવી સરકારની રચના થાય તેની રાહ જોવી પડશે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. કેન્દ્ર સરકારની એક ટીમ દુષ્કાળના કારણે રવિ પાકને થયેલા નુકસાનનું આકલન કરી ચૂકી છે અને કેન્દ્રીય કૃષિ મંત્રાલયને તેનો વિસ્તૃત રિપોર્ટ સોંપાઈ ચૂક્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સોંપાયેલા એક મેમોરેન્ડમમાં સરકાર પાસે 2064 કરોડ રૂપિયાની નાણાકીય મદદની માગણી કરી હતી જેથી કરીને દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતોને મદદ મળી શકે. 

દુષ્કાળની થપાટ સહન કરી રહેલા 'આ' રાજ્યને રાહત પેકેજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, પરંતુ...

નવી દિલ્હી: ભીષણ દુષ્કાળનો સામનો કરી રહેલા કર્ણાટકને રાહત  પેકેજની મંજૂરી માટે કેન્દ્રમાં નવી સરકારની રચના થાય તેની રાહ જોવી પડશે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. કેન્દ્ર સરકારની એક ટીમ દુષ્કાળના કારણે રવિ પાકને થયેલા નુકસાનનું આકલન કરી ચૂકી છે અને કેન્દ્રીય કૃષિ મંત્રાલયને તેનો વિસ્તૃત રિપોર્ટ સોંપાઈ ચૂક્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સોંપાયેલા એક મેમોરેન્ડમમાં સરકાર પાસે 2064 કરોડ રૂપિયાની નાણાકીય મદદની માગણી કરી હતી જેથી કરીને દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતોને મદદ મળી શકે. 

ચૂંટણીના કારણે પેકેજ આપવામાં થઈ રહ્યો છે વિલંબ
સૂત્રોના જણાવ્યાં મુજબ 'કેન્દ્રીય ટીમ રિપોર્ટ આપી ચૂકી છે અને ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરની સમિતિએ તેના પર નિર્ણય કરવાનો છે.' સૂત્રએ જો કે કહ્યું કે આદર્શ આચાર  સંહિતા કેન્દ્ર સરકારને ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરતા રોકી શકે નહીં પરંતુ એવું લાગે છે કે બેઠક નવી સરકારની રચના બાદ જ થશે. 

જુઓ LIVE TV

કર્ણાટકના 156 તાલુકામાં દુષ્કાળ
કર્ણાટક 30 જિલ્લાઓના 156 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ચૂક્યું છે અને તેમાંથી 107 તાલુકા ભીષણ દુષ્કાળના સંકટનો સામનો કરી રહ્યું છે. જ્યારે 49 તાલુકાઓમાં મધ્યમ સ્તરનો દુષ્કાળ છે. રાજ્ય 2018-19ના પાક વર્ષના ખરીફ સત્ર (જુલાઈ-જૂન)માં દુષ્કાળના સંકટને ઝેલી ચૂક્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news