નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. આ વચ્ચે આ વાતનું રહસ્ય બન્યું છે કે, ચાર મુખ્ય ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો ચાર્જ કોને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબિનેટમાં સહયોગી દળના કેટલાક નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાં શિવસેના અને JDUમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે અકાળી દળ અને લોક જનશક્તિ પાર્ટીમાંથી 1-1 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જો કે, AIADMKમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Live: શપથ ગ્રહણ પહેલા PM મોદીએ મહાત્મા ગાંધી, અટલજી અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ


ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 68 વર્ષીય મોદી અને તેમના મંત્રીમંડળના સહયોગીઓને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેવડાવશે. આ સમયે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત મુખ્ય વિપક્ષના નેતા, ઉદ્યોગ જગતના દિગ્ગજ, ફિલ્મ સ્ટાર્સ, વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી અને બિમસ્ટેકના સભ્ય દેશોના નેતા હાજર રહેશે.


વધુમાં વાંચો: મોદીનો શપથગ્રહણ સમારોહ: મહેમાનોને પિરસાશે ખાસ દાળ, 48 કલાકમાં થાય છે તૈયાર


આ વચ્ચે મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે એક લાંબી બેઠક કરી હતી. જેને લઇ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન બંને નેતાઓએ નવા મંત્રીમંડળની વ્યાપક રૂપરેખા નક્કી કરી લીધી છે. આશા કરવામાં આવી રહી છે કે, નવા મંત્રીમંડળમાં મોટાભાગના વરિષ્ઠ નેતાઓને યથાવત રાખવામાં આવશે. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવશે.


અરૂણ જેટલીને મળવા પહોંચ્યા PM મોદી, બંન્ને વચ્ચે અડધો કલાક ચાલી મુલાકાત


વરિષ્ઠ નેતા જેવા રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકરને તેમના સ્થાન પર યથાવત રાખવાની આશા છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઇરાનીને એક મહત્વનો ચાર્જ મળવાની આશા છે.


વધુમાં વાંચો: માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ


શપથ ગ્રહણના એક દિવસ પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ મોદીને પત્ર લખી કહ્યું કે, તેઓ નબળા સ્વાસ્થ્યના કારણે નવી સરકારમાં મંત્રી પદથી દૂર રહેવા માગે છે. એવા સંકેતો છે કે નવી કેબિનેટમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણા જેવા રાજ્યોમાં ભાજપની વધતી જતી શક્તિ પ્રતિબિંબિત થઈ શકે છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...